વિશ્વ પ્રસિદ્ધ બદ્રીનાથ ધામના કપાટ ૧૮મી મેના રોજ ખૂલશે
વિશ્વ પ્રસિદ્ધ શ્રીબદ્રીનાથ ધામના કપાટ આ વર્ષે ૧૮મી મેના રોજ ખૂલશે. આ તારીખે બદ્રીનાથ ધામના કપાટ શ્રદ્ધાળુઓ માટે સાંજે સવા ચાર વાગ્યે ખૂલશે. વસંત પંચમી પર નરેન્દ્ર નગર સ્થિત રાજ પરિવારના તીર્થ પુરોહિતોએ બદ્રીનાથ ધામના કપાટ ખોલવાની જાહેરાત વિધિ-વિધાન અને પૂજા પાઠની સાથે કરી. શ્રી બદ્રીનાથ ધામના કપાટ ખોલવાની જાહેરાત નરેન્દ્ર નગર રાજ મહેલથી ટિહરી નરેશ મનુજેંદ્ર શાહે કરી છે.
ઉત્તરાખંડના ચારધામ દેવસ્થાનમ મેનેજમેન્ટ બોર્ડના સૂત્રોએ કહ્યું કે ભગવાન વિષ્ણુને સમર્પિત બાબા બદ્રીનાથ ધામના કપટા નક્કી તારીખને બ્રહ્મ મુહૂર્તમાં ૪ઃ૧૫ વાગ્યે ખોલાશે. આપને જણાવી દઇએ કે ૧૯મી નવેમ્બરના રોજ શિયાળામાં બદ્રીનાથના કપાટ બંધ થયા હતા. દર વર્ષે ઠંડીની સીઝનમાં ભગવાન બદ્રીનાથના કપાટ બંધ કરી દેવામાં આવે છે.
જ્યારે ફરીથી ભગવાન બદ્રીનાથના કપાટ ખૂલે છે તો મંદિરમાં દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ અહીં આવે છે. આ હિન્દુઓના ચાર મહત્વપૂર્ણ ધામોમાંથી એક છે. કોરોના સંકટના લીધે આ યાત્રા સાથે જાેડાયેલી ગાઇડલાઇન્સ પણ ટૂંક સમયમાં રજૂ કરી શકાય છે. યાત્રાના રજીસ્ટ્રેશનને લઇ પણ ટૂંક સમયમાં જ નવી માહિતી મળી શકે છે.
Recent Comments