અમરેલી

વિશ્વ યોગ દિનઃ તરવડા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે અમરેલી તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

 વિશ્વ યોગ દિવસ નિમિત્તે અમરેલી તાલુકા કક્ષા યોગ દિવસની ઉજવણી તરવડા સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે થઈ હતી. આ કાર્યક્રમમાં સંતો, મહાનુભાવો તથા વિદ્યાર્થીઓએ યોગ દિન ઉજવણીમાં ભાગ લીધો હતો. ગુરુકુલના વિશાળ પ્રાંગણમાં વિદ્યાર્થીઓએ વિવિધ યોગ મુદ્રાઓ પ્રસ્તુત કરી હતી.

       આ પ્રસંગે તરવડા ગુરુકુલના સંચાલક શ્રી પુરાણી કૃષ્ણપ્રિયદાસજી સ્વામીએ તેમના પ્રાસંગિક ઉદ્દબોધનમાં ભારતીય સંસ્કૃતિમાં યોગનું મહત્વ જણાવ્યુ હતુ. અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ અને ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી એવા શ્રી કિશોરભાઇ કાનપરિયા અને અમરેલી તાલુકા મામલતદાર શ્રી એમ. નિમાવતે, યુવાનોને યોગને જીવનશૈલીમાં અપનાવવા અને યોગાસન થકી એકાગ્રતા કેળવી શકાય તે બાબતે પ્રેરણા આપી હતી.

       કાર્યક્રમમાં અમરેલી તાલુકા વિકાસ અધિકારીશ્રી ડી. એચ. પંડ્ય, અમરેલી તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ શ્રી વનરાજભાઇ કોઠીવાળ, તાલુકા પંચાયત દંડક શ્રી આશિષભાઈ અકબરી, અમરેલી તાલુકા પંચાયત સદસ્ય શ્રી રાજુભાઇ કાછડિયા, શ્રી કમલેશભાઈ રાવલ, યોગ શિક્ષક શ્રી સુમિતભાઇ કાલરિયા, અધિકારીઓશ્રી, પદાધિકારીશ્રીઓ, શિક્ષકશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts