fbpx
અમરેલી

વિશ્વ યોગ દિને અમરેલીમાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ-દિવ્યાંગ વિદ્યાર્થીઓએ કર્યા પ્રેરણાદાયી યોગાસન

અમરેલી તા.૨૧ જૂન મંગળવાર અમરેલીમાં યોજાયેલા જિલ્લા કક્ષાના ‘વિશ્વ યોગ દિન’ના કાર્યક્રમમાં આજે બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જો કે, આ વિદ્યાર્થીઓમાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિએ સૌને પ્રેરણા આપી હતી. ખાસ કરીને પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓએ પણ વિશેષ તાલીમ વગર પણ ફક્ત સમજાવટના આધારે યોગ કર્યા હતા. અંધજન તાલીમ કેન્દ્ર અમરેલીના વિદ્યાર્થીઓને તેમના શિક્ષકો દ્વારા આપવામાં આવતી સૂચનાઓ અનુસરી અને તેમણે પ્રેરક યોગ કર્યા હતા. કાર્યક્રમના અંતે જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવ, જિલ્લા પોલીસ વડાશ્રી હિમકરસિંઘ, જિલ્લા પંચાયતના અધ્યક્ષા શ્રીમતી રેખાબેન મોવલિયાએ આ વિદ્યાર્થીઓને વિશેષરૂપે બિરદાવ્યા હતા.

Follow Me:

Related Posts