વિશ્વ વસ્તી દિવસ અંતર્ગત સરકારી આરોગ્ય કેન્દ્રો ખાતે જનજાગૃત્તિ કાર્યક્રમ યોજાયો
૧૧ જુલાઈના રોજ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ કડીના ભાગરૂપે સમગ્ર અમરેલી જિલ્લામાં ‘વિશ્વ વસ્તી દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ વસ્તી દિવસના અનુસંધાનમાં પોપ્યુલેશન સ્ટેબીલાઈઝેશન પખવાડીની પણ ઉજવણી કરવામાં આવી રહી છે. અમરેલી જિલ્લાના તમામ સરકારી આરોગ્ય કેન્દ્રો ખાતે વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાના આરોગ્ય કેન્દ્રો પર જુદી જુદી પ્રવૃત્તિઓ જેવી કે, રેલી, ગ્રુપ મીટીંગ, શાળા કાર્યક્રમ દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આગામી દિવસોમાં આ પ્રકારના વિવિધ કાર્યક્રમો દ્વારા લોકોમાં કુટુંબ નિયોજન વિશે માહિતગાર કરવામાં આવશે, તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી આર.એમ.જોષીએ એક યાદીમાં જણાવ્યું છે.
Recent Comments