બગસરા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા પ્રેરિત જ્યોતિ મહિલા વિકાસ સંગઠન દ્વારા કિચન ગાર્ડન ઉપર એક માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમરેલી બાગાયત નાયબ નિયામક વાળા સાહેબ, બાગાયત અધિકારી અવનીબેન, બાગાયત મદદનીશ હરેશભાઈ ઉપસ્થિત રહી મહિલા મંડળના 58 બહેનોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, જેમાં ઘર આંગણે શાકભાજી વાવવા માટે કેવી જગ્યા, કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને તેની માવજત કઈ ઋતુમાં કેવા શાકભાજી બિયારણો વાવી શકાય તે બાબતે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, અને ફળાવ વૃક્ષોના રોપા અને શાકભાજી બિયારણ પણ આપવામાં આવ્યું હતું.
વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ પ્રેરિત જ્યોતિ મહિલા વિકાસ સંગઠન દ્વારા કિચન ગાર્ડન ઉપર એક માર્ગદર્શન સેમિનાર

Recent Comments