વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ દ્વારા બગસરા વિસ્તાર ના ૭૨ મહિલા મંડળો અંતર્ગત ૧૧૫ સિલાઈ મશીન માટે મદદ
બગસરા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા, બગસરા વિસ્તારમાં ૭૨ મહિલા મંડળો અંતગર્ત ૯૦૦ થી વઘારે બહેનો સાથે, વિવિધ પ્રકારની મહિલા સશક્તિકરણ ની કામગીરી ચાલી રહી છે, જે અંતર્ગત દર મહિને પાંચ જરૂરીયાત મંદ બહેનો ને સીલાઈ મશીન ખરીદવા માટે સપોર્ટ આપવામાં આવે છે. ૧૧૫ જરૂરિયાત મંદ બહેનો ને સીલાઈ મશીન ખરીદી માટે સપોર્ટ આપી, આત્મા નિર્ભર કરવા માટે , સંસ્થા પ્રયત્ન કરી રહી છે. તારીખ ૨૯ સપ્ટેમ્બર ને શુક્રવાર ના રોજ વાસુ હેલ્થ કેર પ્રાઈવેટ લિમિટેડ કંપની વડોદરા ના સહયોગથી, જિલ્લા પંચાયત અમરેલી ના D.L M વિભાગ ના વડા શ્રી છાયાબેન ટાંક અને અન્ય મહાનુભાવો ની ઉપસ્થિત માં પાંચ બહેનો ને સીલાઈ મશીન અર્પણ કરવામાં આવેલ. સંસ્થા ની આ સેવાકિય પ્રવૃત્તિઓથી બહેનો આર્થિક રીતે પગભર બની રહ્યા છે, તેનો સૌએ રાજીનો વ્યક્ત કરેલ, તેમ એક અખબારી યાદીમાં જણાવેલ છે. દેવચંદ સાવલિયા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા
Recent Comments