વિસનગરના કમાણા ગામે અગિયારમો ઈનામ વિતરણ તથા સન્માન સમારોહ યોજાયો
વિસનગર તાલુકાના કમાણા ગામ ખાતે ચૌહાણ સમાજ તથા બારડ સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ તેમજ ઈનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચૌહાણ તથા બારડ સમાજ દ્વારા આ અગિયારમાં સમારોહનું ભવ્ય આયોજન કરાયું હતું. બન્ને સમાજના તેજસ્વી તારલાઓ જે અભ્યાસમાં ઉચ્ચ માર્કસ પ્રાપ્ત કર્યા હોય તેવા વિદ્યાર્થીઓને સમાજના આગેવાનો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં ૨૦૦ થી પણ વધુ વિદ્યાર્થીઓને સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ ચૌહાણ અને બારડ સમાજના જે વિદ્યાર્થીઓ સરકારી ભરતીમાં પણ ઉત્તીર્ણ થયા હોય તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ, પૂર્વ સાંસદ પૂંજાજી ઠાકોર, સંત અમરભારતી મહારાજ, પ્રવીણરામ મહારાજ, યુવા ક્ષત્રિય સેના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અભિજીતસિંહ બારડ, પૂર્વ ધારાસભ્ય ચમનજી ઠાકોર, બાર ગામ ચૌહાણ સમાજ પ્રમુખ ભાણજીભા ચૌહાણ, મંત્રી જસવંતસિંહ, બાર ગામ ચિત્રોડિયા બારડ સમાજ પ્રમુખ બાબુજી બારડ સહિત અનેક રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ ચૌહાણ અને બારડ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments