વિસનગર ડીવાયએસપીની ટીમે રાલીસણા ગામની સીમમાંથી ગેરકાયદે શેર ડબ્બા ટ્રેડિંગ ઝડપી પાડ્યું છે. પોલીસે લાયસન્સ વગર માર્કેટ પ્લસ નામની એપ્લીકેશનથી શેરબજારની ટીપ્સ આપી શેરની લે-વેચ કરી કમિશન મેળવી સરકાર સાથે છેતરપિંડી કરતા એક શખ્સને ઝડપી લીધો હતો, જ્યારે ત્રણ શખ્સ ફરાર થઇ ગયા હતા. પોલીસે ઘટના સ્થળેથી ટેબ્લેટ, બે મોબાઇલ કબજે લઇ કુલ ૫ શખ્સો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
વિસનગરના રાલીસણાની સીમમાં ગેરકાયદે શેર ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું
















Recent Comments