fbpx
ગુજરાત

વિસનગરમાં આવેલી જી.આઇ.ડી.સીની ઓફિસમાં યુવકે પંખે ગળાફાંસો ખાધો

વિસનગરમાં આવેલ જી.આઇ.ડી.સીની એક ઓફિસમાં એક ૨૭ વર્ષીય યુવકે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. જેમાં યુવકે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં માતમ છવાયો હતો. વિસનગરની થલોટા રોડ પર આવેલ હેરિટેજ સોસાયટીમાં રહેતા બાદલ લક્ષ્મણભાઈ પટેલ (ઉમર ૨૭)એ વિસનગર જી.આઇ.ડી.સીની ઓફિસમાં પંખા પર કપડું બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જેમાં અગમ્ય કારણોસર યુવકે ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આમ પોલીસે જાણ થતા ઘટના સ્થળે પહોંચી લાશનું પી.એમ. કરાવી અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં પુત્રે આપઘાત કરી લેતાં સમગ્ર પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.

Follow Me:

Related Posts