fbpx
ગુજરાત

વિસનગરમાં ૧ મહિલા અને ૧ વૃદ્ધની લાશ મળતા ચકચાર


વિસનગરના પટણી દરવાજા વિસ્તારમાંથી અજાણ્યા ૬૦ વર્ષના પુરૂષની તેમજ ગુંજાની સીમમાંથી અજાણી ૩૫ વર્ષીય મહિલાની લાશ મળતાં શહેર અને તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. ગુંજાથી પાલડી જતા ચાર રસ્તા સામે ૩૫ વર્ષીય મહિલાની લાશ પડી હોવાની જાણ ગામના સરપંચે તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે તપાસ કરતાં મહિલાના શરીર ઉપર કોઇ ઇજાના નિશાન જાેવા મળ્યા ન હતા.મહિલાના મૃતદેહનું વિસનગર સિવિલમાં પોસ્ટમોર્ટમ કરાવી અકસ્માતે મોતની નોંધ કરી ઓળખના પ્રયાસો હાથ ધર્યા છે. પટણી દરવાજા વિસ્તારમાં ૬૦ વર્ષીય વૃદ્ધની લાશ પડી હોવાની બાતમીને આધારે શહેર પોલીસ તપાસ બાદ પણ વૃદ્ધની ઓળખ થવા પામી ન હતી. પોલીસે વૃદ્ધના મૃતદેહનું વિસનગર સિવિલમાં પોસ્ટમોર્ટમ કરાવી આ અંગે અકસ્માતે મોતની નોંધ કરી છે. મૃતદેહોને મહેસાણા કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યા છે અને કોઇને ઓળખની માહિતી મળે તો પોલીસને જાણ કરાવવા જણાવાયું છે.

Follow Me:

Related Posts