fbpx
ગુજરાત

વિસનગર તાલુકા પંચાયતમાં કોંગ્રેસના એકમાત્ર મહિલા સભ્ય પણ ભાજપમાં જાેડાઈ જતા ભાજપનું કમળ ફરી વળ્યુઋષિકેશ પટેલે એવો તો ખેલ પાડ્યો કે, એક પછી એક કોંગ્રેસની ત્રણ વિકેટો ખેરવી નાખી

મહેસાણાની વિસનગર તાલુકા પંચાયતમાં પણ કંઇક આવો જ ખેલ જાેવા મળ્યો. ભાજપ પાસે અનુસૂચિત જાતિના મહિલા સભ્યની ખોટ હતી, બહુમતિ છતાં કોંગ્રેસના પ્રમુખ બને તેવી પ્રબળ શક્યતા હતી પરંતુ ભાજપ નહોતું ઇચ્છતું કે કોંગ્રેસનો પ્રમુખ બને. આખરે આરોગ્યપ્રધાન એક્શનમાં આવ્યા અને ઋષિકેશ પટેલે એવો તો ખેલ પાડ્યો કે, એક પછી એક કોંગ્રેસની ત્રણ વિકેટો ખેરવી નાખી અને ત્રણેય કોંગ્રેસના સભ્યોએ કેસરિયા કર્યા. પહેલા કોંગ્રેસના સભ્ય ભરત ચૌધરી, પછી રણજીતસિંહ ઠાકોર અને ત્યારબાદ કોંગ્રેસના એકમાત્ર અનુસૂચિત જાતિના મહિલા સભ્ય પુષ્પા વણકરે પણ કેસરિયા કરી દીધા.

એટલે કે એક કાંકરે બે નહીં, સીધા ત્રણ શિકાર. તાલુકા પંચાયતમાં ભાજપનું સંખ્યાબળ તો વધ્યુ જ, સાથે જ અનુસૂચિત જાતિના મહિલા સભ્ય પણ મળ્યા અને મળી ગયા તાલુકા પંચાયતમાં ભાજપના પ્રમુખ. એટલે કે હવે વિસનગર તાલુકા પંચાયત પર કોંગ્રેસ કબજાે જમાવે તે પહેલા જ ભાજપનું કમળ ફરી વળ્યું. તાલુકા પંચાયતમાં થઇ ગયા કેસરિયા. ભાજપે ચૂંટણી પહેલા જ સત્તા છીનવી લીધી અને કોંગ્રેસનો હાથ રહી ગયો ખાલી. કોંગ્રેસ પાસે હવે માત્ર ૩ સભ્યો જ બચ્યા છે. જ્યારે આમ આદમી પાર્ટી પાસે એક સભ્ય છે. હવે આ રણનીતિને ચાણક્ય નીતિ કહો કે પછી રાજકીય ખેલ. પરંતુ સત્તા માટે ભાજપનો ખેલ કોંગ્રેસ ન સમજી શક્યું અને જીતેલી બાજી કોંગ્રેસે સગા હાથે ગુમાવવી પડી.

Follow Me:

Related Posts