વિસાવદર પરમ પૂજ્ય મુક્તાનંદબાપુ પ્રેરિત આનંદધારા પ્રોજેક્ટ અંતર્ગત. જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાની ૪૫ આંગણવાડીના ૧૪૦ બહેનોને .તારીખ ૨૯ માર્ચના રોજ ભાવનગર સ્થિત શિશુવિહાર સંસ્થાના કાર્યકર શ્રી પ્રીતિબહેન ભટ્ટ, શ્રી અંકિતાબહેન ભટ્ટ દ્વારા બ્રહ્માનંદ વિદ્યાધામ ના પ્રાર્થના હોલમાં …”આંગણવાડી સંચાલન અને બાળ શિક્ષણ”… વિષયે એક દિવસીય તાલીમ આપવામાં આવી…….. શ્રી અર્જુનસિંહ રાઠોડ,ડાયરેકટર . ડો.નલિનભાઈ પંડિત, નિયામકશ્રી કમલેશભાઈ ધાંધલ,પ્રોગ્રામ ઓફિસર શ્રી શારદા બહેન દેસાઇ, ડાયેટ લેકચરર શ્રી ભરતભાઇ મેસિયા, સીડીપીઓ શ્રી કિર્તી બહેન ઠાકર, બ્રહ્માનંદ વિદ્યાધમ ના આચાર્ય શ્રી ભાવિનભાઈ જોશીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ બાલવાડી તાલીમ નું સંકલન શિશુવિહાર સંસ્થા ના કોર્ડિનેટર શ્રી હીનાબહેન ભટ્ટ દ્વારા થયું….ગામડાના ગરીબ બાળકો પણ આયોજન બદ્ધ રીતે બાળ શિક્ષણ મેળવે તે દિશાના પ્રયત્ને સમગ્ર ગુજરાતમાં આવકાર મળી રહ્યો છે જે પ્રેરણાદાયી બને છે
વિસાવદર તાલુકા ની ૪૫ આંગણવાડી ઓની ૧૪૦ બહેનો ને પૂજ્ય મુક્તાનંદબાપુ પ્રેરિત આનંદધારા પ્રોજેકટ અંતર્ગત બ્રહ્માંનંદ વિદ્યાધામ ખાતે શિશુવિહાર ભાવનગર ના કાર્યકર પ્રીતિબેન ભટ્ટ દ્વારા તાલીમ

Recent Comments