જુનાગઢના વિસાવદરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ૧૧ ઈંચ વરસાદ ખાબકતાં ચોતરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તો બીજી તરફ ખેડૂતોના કપાસના પાકને વ્યાપક નુક્સાન થવાની ભીતિ છે. જેને લઈને ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ચિંતા વ્યક્ત કરી છે.
વિસાવદર પંથકના ખેડૂતો માટે અલગ રાહત પેકેજ જાહેર કરવાની માગ કરી છે. જિલ્લામાં ઓઝત નદીમાં ઘોડાપૂર આવતા ઘેડ પંથકની સ્થિતિ વધુ ખરાબ થવાની શક્યતા છે. તંત્ર વધુ એલર્ટ રહે અને સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવે તેવી માગ ધારાસભ્ય ભૂપત ભાયાણી દ્વારા કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે પોપટડી, મહિયારી અને કાબરા નદીમાં પૂર આવ્યા છે. જીવાપરા પાસે પસાર થતી નદી પણ બે કાંઠે વહી રહી છે. નદીમાં પૂર આવતા વાહન વ્યવહાર બંધ થયો છે.


















Recent Comments