વિસાવદર રેન્જમાં સિંહણ,દીપડીના બે બચ્ચા અને દીપડાનું મોત થતાં ચકચાર
વન દિવસેજ વિસાવદરના ચાપરડા ગામ ના આંબાજળ નજીકથી એક દીપડા ને માથાના ભાગે જીવાત પડી ગયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો તેની જાણ સ્થાનિકોએ વનવિભાગને કરી ત્યારબાદ કાલાવડ ગામ નજીક રેવન્યુ વિસ્તારમાંથી જમીનના ખાડા માંથી બે દીપડી ના બચ્ચા મૃત હાલતમાં મળી આવ્યા હોવાની પણ સ્થાનિકોએ વનવિભાગને જાણ કરી આ ઉપરાંત જેતલવડ ના રેવન્યુ વિસ્તારમાં એક સિંહણનો મૃતદેહ પણ મળી આવ્યો હતો આ તમામ માહિતીઓ સ્થાનિકોએ વન તંત્રને આપી છે જેથી વનતંત્રના ફેરણા સામે અનેક સવાલો ઉઠયા છે દીપડાના બચ્ચાને માતાએ તરછોડી દીધા પરંતુ જો વન વિભાગના ફેરણા માં તરછોડાયેલા બચ્ચા ધ્યાનમાં આવ્યા હોત તો કદાચ બચ્ચાને બચાવી શકાયા હોત ચાપરડા માંથી ઇનફાઇટમાં ઘાયલ દીપડો આમતેમ ભટક્યાં રાખ્યો અને અંતે મોતને ભેટ્યો સિંહણનું મોત પણ શા કારણે થયું તેની હજુ વનવિભાગને જાણ નથી પીએમ રીપોર્ટની રાહ જોવાય રહી છે વન દિવસે ચારચાર વન્યપ્રાણીઓના મોતની ઘટના સામે આવતા સિંહ પ્રેમીઓએ સવાલ ઉઠાવ્યા છે કે સિંહ દિવસ પર્યાવરણ દિવસ વન દિવસ આવા બધા દિવસોની ઉજવણી કરવી કે તેનું માતમ મનાવવું ?
Recent Comments