સૌરાષ્ટ - કચ્છ

વિસાવદર શહેરમાં આમ આદમી પાર્ટીનું વિસર્જન, શહેર પ્રમુખ સહિત ૩૫ હોદેદારો ભાજપમાં જાેડાયા

વિસાવદર શહેર આમ આદમીના પ્રમુખ સહિત ૩૫થી વધુ હોદ્દેદારો તેમજ વિશાળ સંખ્યામાં કાર્યકરોએ જૂનાગઢ જિલ્લા કાર્યાલય ખાતે કેસરિયો ધારણ કર્યો હતો.વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણી નજીક આવી રહી છે. પક્ષોમાં નવાજૂનીના એંધાણ થતા આવ્યા છે.વિસાવદર કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડિયા ગાંધીનગર ખાતે ભાજપમાં જાેડાયા બાદ પોતાના મત વિસ્તાર અને વિસાવદર વિધાનસભાના વિસાવદર શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ અને કાર્યકરોએ જુનાગઢ જીલ્લા ભારતીય જનતા પાર્ટી જિલ્લા કાર્યાલય ખાતે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી સાહેબની વિકાસ યાત્રાથી પ્રેરાઈને આમ આદમી પાર્ટીનું વિસર્જન કરી ભારતીય જનતા પાર્ટી સાથે જિલ્લા કાર્યાલય ખાતે અધ્યક્ષ કિરીટ પટેલ તેમજ વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયાના હસ્તે કેસરિયો ખેસ પહેરી વિધિવત વિકાસયાત્રામાં જાેડાયા હતા.

આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ અનિલભાઈ માલવીયા, યુવા પ્રમુખ આશુતોષભાઈ રીબડીયા, યુવા ઉપપ્રમુખ દેવેનભાઈ સાવલિયા, નગરપાલિકાના આમ આમ આદમી પાર્ટીના પૂર્વ ઉમેદવાર ધર્મેન્દ્રભાઈ વિરાણી, મહામંત્રી મયુરભાઈ રીબડીયા, કારોબારી સભ્ય નિકુંજભાઈ માલવીયા સહિત રમેશભાઈ પડશાળા, ઉદયભાઇ રાખોલીયા, લાલજીભાઈ માલવિયા, ધવલભાઇ માલવયા, મુકેશભાઈ પાનસુરીયા, નિલેશભાઈ ડોબરીયા, પ્રવીણભાઈ રીબડીયા, કૈલાશભાઈ માલવયા, સંજયભાઈ માલવયા, મનીષભાઈ પટેલ, જગદીશભાઈ સુવાગીયા, સુધીરભાઈ વખારીયા, હરસુખભાઈ વઘાસિયા, દર્શનભાઈ રીબડીયા, દીપેનભાઈ બલદાણીયા, જયેશભાઈ બુહા, ઉમેશભાઈ રીબડીયા, નિરવભાઈ રીબડીયા, ભીખુભાઈ રાજપુરી, તુષારભાઈ બાંભરોલીયા, રાજુભાઈ ઠેસીયા, મહેશભાઈ ચોટલીયા, હાર્દિકભાઈ સુવાગીયા, વિશાલભાઈ રીબડીયા, મોહિતભાઈ રીબડીયા, દિવ્યેન ભાઈ રીબડીયા, સહિત વિશાળ સંખ્યામાં આગેવાનોએ આમ આજની પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જાેડાયા છે આ કાર્યક્રમમાં વિસાવદર ભારતીય જનતા પાર્ટી સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts