વીંઝીયાની પરિણીતાએ પતિ તેમજ સાસરિયા સામે ફરિયાદ નોંધાવી
આજ કાલ લોકોને શું થયું છે કાંઈ ખબર પડતી નથી ત્યારે લોકો નજીવી બાબતમાં ખોટો મોહ, અને જૂની રિતીરિવાજ, દહેજ, અને મહિલાઓ સાથે અત્યાચારના કેસોમાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે રાજકોટ જિલ્લાના વીંછીયા તાલુકાના શિવાજીપરા ગામે રહેતા કાજલબેન ભાવેશભાઇ પાતાણી (ઉ.વ.૨૭) એ ફરિયાદમાં કોટડાસાંગાણીના પીપળીયાના ભાવેશ ઠાકરશીભાઈ પાતાણી, ઠાકરશી સોમાભાઈ અને વિજુબેન ઠાકરશીભાઈનું નામ આપતા ત્રાસ અને મારકુટ અંગેની ફરિયાદ નોંધવામાં આવી છે. હું મારા પિયરમાં છેલ્લા એક મહિનાથી રહું છું અને ઘરકામ કરુ છું અને મારે સંતાનમા એક દીકરો જે દોઢ વર્ષનો છે. મારા લગ્ન આજથી બે વર્ષ પહેલા ભાવેશ ઠાકરશીભાઇ પાતાણી સાથે થયેલ અને મારે સંતાનમાં એક દીકરો જે દોઢ વર્ષનો છે. હું તથા મારા પતિ તથા મારો દીકરો એમ ત્રણેય મારા સાસુ વિજુબેન તથા સસરા ઠાકરશીભાઇ સોમાભાઈ પાતાણી ત્રણેક માસથી અલગ રહીએ છીએ. અમારા લગ્ન થયા ત્યારે અમો તથા મારા સાસુ સસરા એમ બધા સંયુક્ત કુટુંબમાં રહેતા હતા અને એકાદ મહીનો મને સારી રીતે રાખ્યા અને પછી મારા સાસુ સસરા તથા પતિ સાથે નાની નાની વાતમાં કામ બાબતે ઝઘડો કરવા લાગ્યા હતા અને મારા સાસુ સસરા કહેતા હોય કે મકાનનું બારણુ તુટી ગયેલ છે તારા બાપ પાસેથી પૈસા લઇને આવજે નહીંતર અહી નો આવતી અને મને માનસીક ત્રાસ આપતા હતા.
જેથી હું તથા મારા પતિ મારા દીકરા સાથે ગોંડલ ક્રીષ્ના સોસાયટી ખાતે રહેવા આવતા રહેલ અને ત્યાં અમોએ મકાન ભાડે રાખીને અમો રહેતા હતા અને આજથી એકાદ મહીના પહેલા મેં મારા પતિને કરીયાણાનો સામાન લાવવા માટે કહેતા તેઓ કરીયાણુ તથા ઘરવખરીનો સામાન પતિ લાવતા ન હતા અને તેઓ બહાર જમીને આવતા હોય અને કહેતા હોય કે તારે ખાવુ હોય તો તારા બાપુને કહેજે કે ઘરવખરીનો સામાન તથા કરીયાણું આપી જાય અને ભાડુ પણ લઇ લે જે એમ કહી મારી સાથે ઝઘડો કરી મને ગાળો આપી મને ઢીકા પાટુ મારી મારકુટ કરી અને મારા પતિ મારા સસરાના ઘરે જતા રહ્યા હતા. જેથી મારા જેઠ જેઠાણી સાથે રહેતા હોય જે સોનલબેન ફોન કરી કહેલ કે તમારા દીયર સાથે વાત કરાવો એમ કહેતા મને વાત કરાવેલ અને મારા પતિએ કહેલ કે મારે ત્યાં આવવું પણ નથી અને મારે તને રાખવી પણ નથી તારે જ્યાં જવું હોય ત્યાં જતી રહે એમ જણાવેલ હોય અને મારા પતિ મને વાત વાતમાં મારકુટ કરતા અને મારા સાસુ મેણા ટોણા મારતા હોય અને મારા સસરા પણ કહેતા હોય કે હવે તેને તેડવી નથી.જેથી મારા પતિ મને છોડીને જતા રહ્યા હતા. મેં મહીલા હેલ્પલાઈન ૧૮૧ નંબર ઉપર ફોન કર્યો હતો અને કરમાળ પીપળીયા ગયેલ અને ત્યાં મારા ભાઈ કીશોરભાઈ રસીકભાઈ કાણોતરા આવી જતા મારા સસરાના ઘરે ગયેલ હોય તો મારા પતિ તથા મારા સાસુ સસરા એમ બધા હતા અને મને કહેલ કે તને જાેઇતી નથી એમ કહેતા હું મારા ભાઈ સાથે મારા પિતાને ઘરે આવતી રહી હતી. આ અંગે વીંછીયા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
Recent Comments