fbpx
ગુજરાત

વીએસમાં છત પડવા મામલે હજુ સુધી નહિ થયો કોઈ ર્નિણય, પાલિકાનું કહવું છે કે, ‘મામલો કોર્ટમાં છે અને ૨૪મી એપ્રિલે સુનાવણી થઇ શકે..!!

જે દિવસે સમગ્ર રાજ્યની હોસ્પિટલમાં કોવિડ માટે મોકડ્રિલનું આયોજન હતું બરોબર એ જ દિવસે વીએસ હોસ્ટિપલની છત ધરાશાઈ છતાં તંત્રની મોટી બેદરકારી સામે આવી છે. ગરીબોની ગણાતી અમદાવાદની વીએસ હોસ્પિટલમાં છત ધરાશાયી થતાં દર્દીને જાણે કે મોત સામે દેખાયું હતું. આવી પરિસ્થિતીમાં મેયર અને વિપક્ષ નેતા પણ આમને સામને આવી ગયા હતા. જાેકે, આખીય ઘટનામાં જે સૌથી મહત્વનો મુદ્દો જનતાની સુરક્ષાનો હતો. તે પોલિટિકલ ચર્ચા પર આવીને અટકી ગયો છે. પરંતુ વીએસ હોસ્પિટલનું શું કરવું એ અંગે જ્યારે મહાનગરપાલિકાને પ્રશ્ન પુછવામાં આવે ત્યારે આ મામલો કોર્ટમાં છે અને ૨૪મી એપ્રિલે સુનાવણી હોવાનું જણાવ્યું હતું. આવામાં ન્યુઝ૧૮ ગુજરાતી પાસે જે માહિતી મળી છે એ મુજબ હજુ પણ જ્યાં છત ધરાશાયી થઈ હતી ત્યાં કાટમાળ ઉઠાવી લેવામાં આવ્યો છે પરંતુ એ જગ્યા પર સમારકામ માટે શરુઆત થઈ નથી.

Follow Me:

Related Posts