ગતરોજ વીજપડી ખાતે કર્મનિષ્ઠ ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની હાજરીમાં વીજપડી ગામની અંદરનો બાયપાસ રોડ જે વીજપડી માટે જટિલ પ્રશ્ન હતો તે સોલ્વ કરી એક કરોડ સાંઈઠ લાખ રૂપિયા જેવી માતબર રકમ ફાળલીને વીજપડી ગામ તેમજ આજુબાજુના ૨૫ ગામની રોજ માટે સમસ્યાનો ઉકેલ કરી આપેલ છે તેમજ વીજપડી સામુહકાર્ય કેન્દ્રમાં એમ્બ્યુલન્સ માટે ₹ ૧૨, લાખ પણ રાજ્ય સરકારમાંથી પાસ કરાવી આપેલ છે આ તકનો લાભ લેવા માટે સમસ્ત વીજપડી ગામ તેમજ આજુબાજુના ગ્રામજનો મહેશભાઈ તેમજ સરકારના આભારી છે. આ પ્રસંગે સરપંચ ભરતભાઈ ગીગયા, તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ વિજયભાઈ ચાવડા, ચેતનભાઇ માલાણી, હરેશભાઈ ભુવા વગેરે ઉપસ્થિત રહ્યાં હતા. વિશાળ ગ્રામજનોની હાજરીમાં આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.એમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું.
વીજપડી ખાતે ગામની અંદરના બાયપાસનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય મહેશભાઈ કસવાળા.



















Recent Comments