વીજળી બાદ વધુ એક ઝટકો, પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કર્યો તોતિંગ વધારો
પાકિસ્તાન લાંબા સમયથી આર્થિક સંકટ અને ગરીબીથી પીડિત છે. જેના કારણે ખાદ્યપદાર્થો અને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આગ લાગી છે. આ કારણે અનવારુલ હક કાકરની આગેવાની હેઠળની પાકિસ્તાનની વચગાળાની સરકાર ઘણા મોટા પડકારોનો સામનો કરી રહી છે. પહેલેથી જ મોંઘવારીનો માર સહન કરી રહેલા લોકો પર વચગાળાની સરકારે પેટ્રોલ અને ડીઝલના વધેલા ભાવનો બોમ્બ ફેંક્યો છે.
ઈલેક્ટ્રિક શોક આપ્યા બાદ હવે વચગાળાની સરકારે પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર ૧૪.૯૧ રૂપિયા અને હાઈ-સ્પીડ ડીઝલ (ૐજીડ્ઢ)ના ભાવમાં ૧૮.૪૪ રૂપિયા પ્રતિ લિટરનો વધારો કર્યો છે. પાકિસ્તાનના ડોન સમાચાર અનુસાર, નાણા મંત્રાલયે મધ્યરાત્રિ પછી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ (અગાઉ ટિ્વટર) પર એક સત્તાવાર પોસ્ટ જાહેર કરી છે. જેમાં મંત્રાલયે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાનો આદેશ જાહેર કર્યો હતો. આ પછી હવે પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમત ૩૦૫.૩૬ રૂપિયા પ્રતિ લિટર અને ૐજીડ્ઢ ૩૧૧.૮૪ રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે.
કેરોસીન કે લાઈટ ડીઝલ ઓઈલના દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જણાવી દઈએ કે પાકિસ્તાનની વચગાળાની સરકારે સત્તા સંભાળ્યા બાદ ૧૫ ઓગસ્ટથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભારે વધારો કરવાની જાહેરાત કરી હતી. પરંતુ હવે આ વધારાના ૧૫ દિવસ બાદ તેમાં વધુ વધારો કરવામાં આવ્યો છે. વચગાળાની સરકારે ઈંધણના ભાવમાં ૨૦ રૂપિયા પ્રતિ લીટર સુધીનો વધારો કર્યો હતો. પેટ્રોલિયમના ભાવમાં આ ઉછાળો અગાઉની સરકારે ૧ ઓગસ્ટના રોજ સમાન વધારો કર્યા પછી આવ્યો હતો. સરકારનો દાવો છે કે ભાવવધારો વર્તમાન ટેક્સ દરો અને આયાત સમાનતાના ભાવ પર આધારિત છે.
ખાસ કરીને પાકિસ્તાની ચલણમાં ઘટાડો અને આંતરરાષ્ટ્રીય તેલના ભાવમાં થોડો વધારો થવાને કારણે આવું કરવું પડ્યું છે. આંતરરાષ્ટ્રીય બેંક માર્કેટમાં યુએસ ડોલર સામે રૂપિયો ફરી એકવાર રૂ. ૧.૦૯ ઘટ્યો છે. તે રૂ. ૩૦૫.૫૪ની રેકોર્ડ નીચી સપાટીએ બંધ રહ્યો હતો. જણાવી દઈએ કે પાકિસ્તાનમાં વચગાળાની સરકારે સત્તા સંભાળી ત્યારથી રૂપિયામાં ૪.૬ ટકાનો ઘટાડો થયો છે. ઓગસ્ટ સુધી રૂપિયામાં ૬.૨ ટકાનો ઘટાડો નોંધાયો છે.
Recent Comments