ભાવનગર રેન્જ આઇ.જી. શ્રી ગૌતમ પરમાર સાહેબનાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં દારુની બદી સદંતર દુર કરવા પ્રોહીબીશન લગત પ્રવૃતી કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરી કાર્યવાહી કરવા સુચના આપેલ હોય તેમજ અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબનાઓએ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી એચ.બી.વોરા સાહેબ સાવરકુંડલા વિભાગનાઓએ દારુની બદી સદંતર દુર કરવા સબબ જીલ્લામા પ્રોહીબિશન લગત પ્રવૃતી કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરી કાર્યવાહી કરવા સુચના આપેલ હોય .
જે અન્વયે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.એમ સોની સાહેબના માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ દ્વારા સાવરકુંડલા મહુવારોડ ગેઇટ પાસે હ્યુંડાઇ કંપનીની સફેદ કલરની SONATA ફોરવ્હીલ ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની SEAGRAMS IMPERIAL BLUE HAND PICKED GRAIN WHISKY 750 M.L ની FOR SALE IN UT . DADRA AND NAGARHAVELI AND DAMAN AND DIU ONLY લખેલ કંપની રીંગ પેક બોટલો નંગ -૨૩ કિ.રૂ .૮૨૮૦ / – ની તથા એક સેમસંગ કંપનીનો કાળા કલરનો કી – પેઇડ વાળો મોબાઇલ ફોન જેની કી.રૂ .૫૦૦ / – તથા હ્યુંડાઇ કંપનીની સફેદ કલરની SONATA ફોરવ્હીલ ગાડી આર.ટી.ઓ. રજી.નં. GJ – 01 HR – 4597 ની કી.રૂ .૨,૦૦,૦૦૦ / – મળી કુલ કી.રૂ .૨,૦૮,૭૮૦ / – પ્રોહિ મુદામાલ સાથે આરોપીને પકડી પાડી આરોપી વિરુધ્ધ પ્રોહીબીશન એકટ મુજબ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે .
પકડાયેલ આરોપી ( ૧ ) એજાજ ઉર્ફે નાનો બગી અબ્દુલભાઇ કુરેશી ઉ.વ .૨૬ ધંધો.ગેરેજનો રહે.સાવરકુંડલા , જુના બસ સ્ટેશન પાસે પઠાણ ફળી જી.અમરેલી
આ કામગીરી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.એમ.સોની સાહેબ તથા એ .એસ.આઇ. એચ.પી.ગોહિલ તથા પો.કોન્સપીયુષકુમાર નટવરલાલ તથા પો.કોન્સ.જીતુભાઇ ગોબરભાઇ તથા પો.કોન્સ . ચિંતનકુમાર કનૈયાલાલ તથા પો.કોન્સ . ગૌરવકુમાર જીલુભાઇ દ્રારા કરવામાં આવેલ છે .
Recent Comments