ખેડા જિલ્લામાં સાઇબર ક્રાઇમના બનાવો વધી રહ્યા છે. હવે તો ભણેલા ગણેલા લોકો પણ આવી લોભામણી લાલચમાં આવી નાણાં ગુમાવી રહ્યા છે. ગળતેશ્વરના સેવાલીયામાં ક્વોરીના વેપારી યુવાને ઈન્સ્યોરન્સ પોલિસી પર ૦%એ ૨૫ લાખની લોનની લાલચમાં ૪.૪૬ લાખ ગુમાવ્યા છે. ગઠિયાએ બજાજ ફિન-ઝર્વ ફાઈનાન્સ કંપની મુંબઈથી બોલુ છું કહી લોન મંજૂરના જીએસટી, ફી અને એનઓસીના બહાના હેઠળ નાણાં એઠ્યા છે. ક્વોરીના વેપારીને પોતાની સાથે છેતરપિંડીનો અહેસાસ થતા સમગ્ર મામલે સેવાલિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
વીમા પોલિસી પર ઝીરો ટકાએ ૨૫ લાખની લોન લેવા જતા સાડા ચાર લાખ ગુમાવ્યા

Recent Comments