fbpx
ગુજરાત

વીરપુરમાં તાલુકા પંચાયતના મહિલા ઉપપ્રમુખના પતિએ કરી હત્યા, આરોપી ફરાર

રાજકોટના વીરપુરમાં ગઈ કાલે રાત્રે હત્યાની ઘટના સામે આવી હતી. રાજકોટના વીરપુરની તાલુકા પંચાયતના ભાજપના મહિલા ઉપ પ્રમુખના પતિ રાજેશ ઉર્ફે રાજુ બારૈયાએ હત્યા કરી હોવાનું સામે આવ્યુ છે. મળતી માહિતી અનુસાર રાજુ બારૈયાની કારમાં મૃતકનું અપહરણ કરી વાડીએ લઈ ગયા હતા. જેમાં ૯ લોકોએ બેઝબોલના ધોકા, પાઇપ વડે મારમારતા ગંભીર ઈજા થતા મોત નિપજ્યું છે.

હિતેન ઉર્ફે હિતેશ બારૈયા નામના વ્યક્તિનું મોત થયું છે. આરોપી રાજુ બારૈયા અને મૃતક હિતેન બારૈયા કૌટુંબિક ભત્રીજાે થતો હોવાની માહિતી સામે આવી રહી છે. આરોપી રાજુ બારૈયાની દીકરી સાથે મૃતક ફોનમાં વાતચીત કરતો હોવાનો ખાર રાખી હત્યા કરી હોવાનું સામે આવી રહ્યુ છે. જેમાં મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થ રાજકોટ સિવીલમાં ખસેડવામાં આવ્યુ છે. હત્યાના બનાવમાં પોલીસે ૭ આરોપીઓની અટકાયત કરી છે. મુખ્ય આરોપી રાજુ બારૈયા અને નીતિન મકવાણા ફરાર થયા છે.આ સમગ્ર ઘટનાની જાણ થતા વીરપુર પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ હાથધરી છે.

Follow Me:

Related Posts