અમરેલી

વીરપુર કોઠીયા પરિવાર આયોજિત ભાગવત કથા માં ધારાસભ્ય ઠુંમરે હાજરી આપી

લાઠી તાલુકાના વિરપુર ગામે કોઠિયા પરિવાર ના આંગણે પરિવારના સ્વર્ગસ્થ આત્માના મોક્ષાર્થે ભાગવત સપ્તાહનું આયોજન રાખેલ વ્યાસપીઠ ઉપરથી શાસ્ત્રી ચંદ્રેશદાદા જોશી દ્વારા ભાગવત સપ્તાહ નો મહિમા અને હિંદુ સંસ્કૃતિ અંગે અને આ દેશની આધ્યાત્મિક તાકાત આપનારા દેશ તરીકે ભારત દેશ ગણાવ્યો હતો આવા શુભ પ્રસંગે ખાસ આ વિસ્તારના ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર પૂર્વ ધારાસભ્ય અને આ જ ગામના વતની અમદાવાદ સ્થિત સહકારી આગેવાન કનુભાઈ કોઠીયા પ્રતાપભાઈ કોઠીયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આંબાભાઈ કાકડીયા ગામના સરપંચ વિક્રમભાઈ સહિત ઉપસ્થિત રહી કાર્યક્રમમાં શોભા વધારી હતી આગેવાનોને કોઠિયા પરિવાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા

Related Posts