અમદાવાદના આંગણે શહીદોને આગવી શ્રદ્ધાંજલિ આપવા માટે ‘વીરાંજલિ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી ૨૩ માર્ચે સાંઈરામ દવે લિખિત અને વિરલ રાચ્છ દ્વારા નિર્દેશિત ‘વીરાંજલિ’ શો પાલડી સ્થિત રિવર ફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે યોજાશે. ડાયરાના પ્રખ્યાત હાસ્ય-વ્યંગ કલાકાર તરીકે દુનિયાભરમાં પ્રખ્યાત સાંઈરામ દવે છેલ્લા ૨૬ વર્ષથી ડાયરાના હજારો શો રજૂ કરી ચૂક્યા છે.
યુવા પેઢીને દેશના ક્રાંતિકારી વીરોની ભવ્ય જીવનગાથા સાથે માહિતગાર કરવા એક અનોખા મલ્ટિમીડિયા શોનું સર્જન કર્યું છે. જેમાં આ વર્ષના પ્રોગ્રામમાં ભક્તિ રાઠોડ, પ્રતિક ગાંધી, ધર્મેન્દ્ર ગોહિલ જેવા જાણીતા કલાકારો પણ જાેડાઈ રહ્યા છે.
Recent Comments