fbpx
ગુજરાત

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વોટ્‌સએપ ચેટબોટ ૧૫ ઓગસ્ટથી લોંચ થશે

સમગ્ર દક્ષિણ ગુજરાતના ૭ જિલ્લાઓ અને કેન્દ્રશાસિત પ્રદેશ મળીને કુલ ૧૭૫૫૦ સ્કવેર કિલોમીટરનો વિશાળ વિસ્તાર ધરાવતી અને સવા કરોડ જેટલી વસતિને ઉચ્ચ શિક્ષણની સેવાઓ પ્રદાન કરતી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સેવાઓને વધુ શુલભ બનાવતા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી આગામી સ્વાતંત્ર્ય પર્વથી વોટ્‌સએપ ચેટબોટ લોંચ કરી રહી છે. વિદ્યાર્થીઓની જરૂરીયાત મુજબની વીર નર્મદ યુનિવર્સિટીની દરેક સામાન્ય માહિતીનું એકત્રીકરણ કરીને ચેટબોટ વિકસાવવામાં આવી છે. જેમાં યુનિવર્સિટી અંગેની તમામ સાર્વજનિક માહિતી ૨૪ કલાક મળશે.

વિદ્યાર્થીઓ અત્યંત સરળતાથી પોતાની જરૂરીયાત મુજબની માહિતી એક્સેસ કરી શકે તે હેતુથી ચેટબોટનું નિર્માણ કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના જ નહીં વિશ્વના કોઇ પણ ખુલ્લેથી કોઇ પણ વ્યક્તિને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સામાન્ય જાણકારી માહિતી ચેટબોટ થકી સરળતાથી એક્સેસ કરી શકશે. ગુજરાતમાં આ પ્રકારની અત્યાધુનિક ચેટબોટ સુવિધા વિકસાવનાર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ગુજરાતની પહેલી સ્ટેટ યુનિવર્સિટી છે.
આજે અબાલવૃદ્ધો માટે વોટ્‌સએપ મેસેજિંગ, શુલભ, સરળ અને સર્વસ્વીકૃત માધ્યમ બન્યું છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પણ પોતાના વિદ્યાર્થીઓ, ફ્યુચર સ્ટુડન્ટસથી લઇને કોઇ પણ સામાન્ય વ્યક્તિને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અંગેની કોઈ પણ માહિતી વીર નર્મદ યુનિવર્સિટી ચેટબોટ નંબરથી મળી શકે તે પ્રકારની માળખાગત સુવિધા વિકસાવવામાં આવી છે.

વીર નર્મદ યુનિવર્સિટી ચેટબોટ સિસ્ટમ એક્સેસ કરવા માટે વિદ્યાર્થીઓ, વાલીઓ કે અન્ય કોઈ પણ નાગરિકોએ ૦૨૬૧૨૩૮૮૮૮૮ નંબર પોતાના મોબાઇલમાં સેવ કરવાનો રહેશે. નંબર સેવ કર્યા પછી વોટ્‌સએપ મેસેજિંગ સર્વિસ થકી ફક્ત એક સંદેશો એ નંબર પર સેન્ડ કરવાથી ચેટબોટની સેવાઓ એક્ટીવ થઈ જશે અને ચેટબોટ ચોવીસ કલાક વીર નર્મદ યુનિવર્સિટીની માહિતી પૂરી પાડશે.

Follow Me:

Related Posts