કેવડિયા જંગલ સફારી પાસે પહેલાથી જ વીર નામનો સફેદ નર વાઘ છે, હવે તેના સાથીદાર સફેદ માદા વાઘ “શક્તિ”ને લાવવામાં આવી છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક બનેલ જંગલ સફારીમાં આવતા હજારો આંગતુક પ્રવાસીઓ માટે એક વધારાનું આકર્ષણ બની રહેશે. સ્ટેચ્યૂ ઑફ યુનિટીમાં આવેલા કેવડિયા જંગલ સફારી પાર્કમાં નવું આકર્ષણ ઉમેરાયું છે.
તમે તમારા પરિવાર અને બાળકો સાથે મુલાકાત લેશો તો હવે એક નહીં પરંતુ બબ્બે સફેદ વાઘ જાેવા મળશે. આ સફેદ વાઘ સામાન્ય રીતે પ્રાણી સંગ્રહાલયમાં જ જાેવા મળતા હોય છે, કેમ કે વનમાં વિચરતા જાેવા માટે છેક બંગાળ સુધી ધક્કો ખાવો પડે પરંતુ કેવડિયાની જંગલ સફારીમાં શરૂઆતથી જ વીર નામનો સફેદ વાઘ હતો. હવે પ્રાણી એક્સચેન્જ હેઠળ વીરની સાથીદાર તરીકે ‘શક્તિ’ને લાવવામાં આવી છે. જંગલ સફારી પાસે પહેલાથી જ વીર નામનો સફેદ નર વાઘ છે. હવે તેના સાથીદાર સફેદ માદા વાઘ “શક્તિ”ને લાવવામાં આવી છે.
જંગલ સફારીમાં આવતા હજારો આંગતુક પ્રવાસીઓ માટે એક વધારાનું આકર્ષણ બની રહેશે. સફેદ માદા વાઘ “શક્તિ”ને લાવવા માટે ભારત સરકારની સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી દ્વારા ઝુ આદાનપ્રદાનની દરખાસ્તને માત્ર ૦૧ જ દિવસમાં પરવાનગી આપી છે. જંગલ સફારી દ્વારા આ સફેદ વાઘની જાેડીને પ્રવાસીઓનાં આકર્ષણ માટે મુકવાનું આયોજન કરી દેવામાં આવ્યુ છે.
Recent Comments