fbpx
અમરેલી

વી.ડી.કાણકિયા આર્ટ્સ અને એમ.આર.સંઘવી કોમર્સ કોલેજ સાવરકુંડલા ખાતે ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા વ્યાજખોરી નાબુદી ઝુંબેશ કાર્યક્રમ યોજાયો 

તારીખ ૨૬-૦૭-૨૦૨૪ને શુક્રવારે  નૂતન કેળવણી મંડળ સંચાલિત વી.ડી.કાણકિયા આર્ટ્સ અને એમ.આર.સંઘવી કોમર્સ કોલેજ, સાવરકુંડલા ખાતે અમરેલી જિલ્લા પોલીસની વ્યાજખોરી નાબુદી ઝુંબેશ અંતર્ગત વ્યાજ ખોરી નાબૂદી ઝુંબેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમનો પ્રારંભ સર્વધર્મ સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવ્યો. ત્યારબાદ કોલેજના પ્રિન્સીપાલ ડો. એસ.સી.રવિયા એ મહેમાનોનું શબ્દોથી સ્વાગત કરી પ્રાસંગિક ઉદબોધન કર્યું. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. જી.એમ. જાડેજા ઉપસ્થિત રહી  તાજેતરમાં લાગુ પડેલ ત્રણ નવા કાયદાની જાણકારી વિદ્યાર્થીઓને આપી હતી. ત્યારબાદ સાવરકુંડલા ટાઉન પોલીસ વિભાગના હર્ષદભાઈ ચોટલીયા એ સાયબર ક્રાઇમ જાગૃતિ, સાયબર ક્રાઇમ ફ્રોડ હેલ્પ લાઈન નંબર, મહિલા અભયમ, મહિલા સુરક્ષા માટે SHE ટીમ તથા ત્રણ વાત અમારી અને ત્રણ વાત તમારી વિશે વિસ્તૃત છણાવટ કરી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના પ્રિન્સિપાલ તથા તમામ સ્ટાફ મિત્રો એ જહેમત ઉઠાવી હતી.

Follow Me:

Related Posts