fbpx
ગુજરાત

વૃદ્ધના ૪૦,૨૧૦ લઈ ગઠિયો ફરાર : ગુજરાત ગેસ કર્મચારીના રૂપમાં આચર્યો ગુનો


સુરતના અઠવાલાઈન્સ ગોકુલમ ડેરી નજીક નંદનિવાસ મકાન નં.૨૨ માં રહેતા ૭૪ વર્ષીય ઓમપ્રકાશભાઈ રામવિલાસ અગ્રવાલ મજૂરાગેટ વિશ્વકર્મા ચેમ્બરમાં ઈમ્પોર્ટ-એક્ષપોર્ટનો વ્યવસાય કરે છે. ગતસાંજે ૪.૪૫ વાગ્યે તે પોતાના ઘરના પહેલા માળે બાલ્કનીમાં બેસી વાંચતા હતા ત્યારે ૩૫ થી ૪૦ વર્ષનો અજાણ્યો તેમનું નામ વોચમેનને પૂછી ઉપર આવ્યો હતો. તે વ્યક્તિએ પોતાની ઓળખ ગુજરાત ગેસ કંપનીના કર્મચારી તરીકે આપી તમે અરજી આપી છે, તમારા ગેસનું બિલ વધારે આવે છે તેથી નવું મીટર લગાવી આપીશ. જેથી બિલ ઓછું આવશે તેવી વાત કરી ઓમ પ્રકાશભાઈને તેમના પુત્ર વિવેક અંગે પૂછી તેની સાથે વાત કરાવવા કહ્યું હતું. વિવેક ઓફિસમાં હોય ઓમપ્રકાશભાઈએ તેને ફોન જાેડી તે વ્યક્તિને આપતા તેણે પોતાની ઓળખ રૂપલ તરીકે આપી વિવેક સાથે ગેસબીલ કેટલું આવે છે, કેટલા મીટર છે, તમારૂ બિલ ઓછું આવે તે માટે કાલે નવું મીટર નાંખી આપીશ કહી ફોન કાપી નાખ્યો હતો.

બાદમાં તેણે ઓમ પ્રકાશભાઈને નવા મીટરના રૂ.૪૦,૨૧૦ આપવાના છે કહેતા તેમને લાગ્યું હતું કે વિવેક સાથે વાત થઈ છે. આથી તેમણે તે વ્યક્તિને પૈસા આપતા તે જે સફેદ મોપેડ પર આવ્યો હતો તેના પર ચાલ્યો ગયો હતો. ત્યાર બાદ ઓમ પ્રકાશભાઈએ વિવેકને ફોન કરી પૈસાની વાત કરતા વિવેકે તેની સાથે પૈસાની કોઈ વાત જ કરી ન હોવાનું જણાવ્યું હતું. પોતે છેતરાયા છે તેવું જાણતા ઓમ પ્રકાશભાઈએ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આજુબાજુના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી છે.સુરતના અઠવાલાઈન્સ ગોકુલમ ડેરી નજીક રહેતા વૃદ્ધને ભોળવી ગુજરાત ગેસ કંપનીના કર્મચારીના સ્વાંગમાં ગઠીયો રૂ,૪૦,૨૧૦ લઈ ફરાર થઈ ગયો હતો. ગેસ મીટર બદલવાનું છે કહી ગઠીયાએ નવા મીટર અંગે વૃદ્ધના પુત્ર સાથે ફોન પર વાત કરી પૈસા માંગ્યા હતા. હકીકતમાં તેણે વૃદ્ધના પુત્ર સાથે પૈસા અંગે વાત જ કરી નહોતી.

Follow Me:

Related Posts