સેટેલાઈટના વૃદ્ધને ફોન કરીને વીજ બિલના રૂ.૧૧ નહીં ભરો તો બે કલાકમાં ઘરની લાઈટ કપાઈ જશે તેમ કહીને લિંક ઓપન કરાવીને ગઠિયાએ અલગ અલગ ટ્રાન્ઝેક્શનથી રૂ.૨.૦૧ લાખ પડાવી લઈ ઠગાઈ કરતા વૃદ્ધે આ અંગે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સેટેલાઈટની સુદર્શન કોલોનીમાં રહેતા અને નિવૃત્ત જીવન ગુજારતા નીતિનભાઈ ચુડગર (૭૮) ઘરે હતા, ત્યારે અજાણ્યા નંબર પરથી આવેલા ફોનમાં કહ્યું કે, હું અપૂર્વ ગુપ્તા બોલું છું તમારા વીજ બિલના રૂ.૧૧ ભરવાના બાકી છે, જાે નહીં ભરો તો તમારા ઘરની લાઈટ બે કલાક માટે કપાઈ જશે, જાે તમારે પૈસા ભરવા હોય તો હું આપને એક લિંક મોકલું છુ, જેમા તમે પૈસા ભરી શકો છે.
તેમ કહીને એક લિંક મોકલતાં નીતિનભાઈએ લિંક ઓપન કરતાં જ તેમના એકાઉન્ટમાંથી અલગ અલગ ટ્રાન્ઝેક્શનથી કુલ રૂ.૨.૦૧ લાખ ઉપડી ગયાનો મેસેજ આવતાં નીતિનભાઈએ આવેલ નંબર પર ફોન કર્યો તો ફોન સ્વિચઓફ આવતાં, પોતાની સાથે ઠગાઈ થયાનું જણાતા નીતિનભાઈએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વિશ્વાસઘાત અને ઠગાઈનો ગુનો નોંધી તપાસ આદરી છે.
Recent Comments