fbpx
ગુજરાત

વૃદ્ધ ઘર ભૂલી જતા રસ્તા પર ફર્યા કરતા અભયમની ટીમ દ્વારા મદદ

અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં એકલા રહેતા કરોડપતિ વૃદ્ધા દવા લેવા માટે એકલા ઘરની બહાર નીકળ્યા હતા. જાે કે હોસ્પિટલ બહાર પોતે ઘરનો રસ્તો ભૂલી ગયા હતા જેથી એક દિવસથી બહાર બેસી રહ્યા હતા. જાગૃત નાગરિકે અભયમ મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી. મહિલા હેલ્પલાઇનની ટીમે મહા મહેનતે તેઓનું ઘર શોધી તેમને ઘર સુધી પોહચાડી અને એકલા ઘરની બહાર ન નીકળવા જણાવ્યું હતું. ભારત બહાર રહેતા તેમના પરિચિત અને સગાઓને પણ આ બાબતે જાણ કરી હતી.આ વૃદ્ધ મહિલાના બધા સગાઓ વિદેશમાં રહે છે. તેઓ થોડંઆ ભૂલી જવાની આદતના કારણે વ્યવસ્થિત જવાબ આપી શકતા ન હતા એવું જણાવ્યું હતું. હેલ્પલાઇનની ટીમને હકીકત સાચી ન લાગતા તેમના હોસ્પિટલની ફાઇલ પર જાેયું હતું જાે કે એમાં એડ્રેસ હતું નહીં. હેલ્પલાઇનની ટીમે મહિલાનું ઘરનું એડ્રેસ શોધવા બે દિવસ પહેલા દવા લીધી હતી તેનું બિલ મળ્યું હતું. જેના પરથી તેઓએ કહેલી જગ્યા સાચી જણાઈ હતી. હેલ્પલાઈનની ટીમે આસપાસ તપાસ કરી છતાં ઘર મળ્યું ન હતું. એક સોસાયટી પાસેથી પસાર થતા જ વૃદ્ધા કૂદી પડ્યા અને સોસાયટીમાં રહેતા હોવાનું જણાવ્યું હતું. તેમના જણાવ્યા મુજબ સોસાયટીમાં ત્રણ માળનો બંગલો હતો. આસપાસના પડોશીઓને પૂછતાં તેઓ અહીંયા રહે છે અને તેમના સગાંવહાલાંને પણ જાણ કરી હતી. વૃદ્ધ મહિલા પાસે પૈસા તો બહુ હતા પરંતુ તેમને સાચવવાવાળું ન હોવાથી એકલા રહેતા હતા અને રસ્તા ભૂલી જતા એકલા પડી ગયા હતા. હેલ્પલાઇનની ટીમે તેમની મદદ કરી ઘરે પહોંચાડ્યા હતામહિલા હેલ્પલાઇન અભયમ ૧૮૧માં જાગૃત નાગરિકે ફોન કર્યો હતો કે એક વૃદ્ધ મહિલા હોસ્પિટલની બહાર એક દિવસથી બેઠા છે. બિનવારસી અને માનસિક અસ્વસ્થ જણાય છે. જેથી હેલ્પલાઇનની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી. ત્યાં જઈને જાેતા બહેનને પગમાં વાગ્યું હતું જેથી પહેલા કૈજિં ટ્ઠઙ્ઘ ૌંથી સારવાર કરી પૂછતાં તેઓ પગની દવા લેવા આવ્યા હતા પરંતુ ઘરનો રસ્તો ભૂલી ગયા હતા. લખુડી તળાવ આસપાસ એક સોસાયટીમાં ત્રણ માળનાં બંગલામાં રહે છે અને ઘરે કામવાળી આવે છે.

Follow Me:

Related Posts