વૃધ્ધાના ગળામાંથી ૨ અજાણ્યા બાઇક સવાર સોનાની ચેનની લૂંટ ચલાવી ફરાર, વડોદરા પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી
વડોદરા શહેરના રવિ પાર્ક ચારરસ્તા પાસે વૃધ્ધા પોતાના પુત્ર સાથે એક્ટિવા જઈ રહ્યા હતા ત્યારે તેમના ગળામાંથી ૨ અજાણ્યા બાઇક સવાર શખ્સો દ્વારા સોનાની ચેનની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા, આ બનાવ સંદર્ભે પોલીસે અજાણ્યા બાઇક સવાર શખ્સો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેરની તરસાલી વિસ્તારની ધનલક્ષ્મી સોસાયટીમાં રહેતા ૬૦ વર્ષીય વૃદ્ધા દક્ષાબેન સંતોષકુમાર રાવલ ગઈકાલે ભંગાર તથા પસ્તી વેચવા માટે દીકરા સાથે એકટીવા લઈ નીકળ્યા હતા. જ્યાંથી પરત ફરતાં સમયે રવિ પાર્ક ચારરસ્તા પાસે અચાનક પાછળથી ઘસી આવેલા બે અજાણ્યા બાઇક સવાર શખ્સોએ દક્ષાબેનને બરડાના ભાગે થપાટ મારી ગળામાં પહેરેલી સોનાની ચેન ખેંચી લૂંટ ચલાવી હતી. બાઇક સવાર શખ્સોએ ૦૮ ગ્રામ વજન ની ૩૦ હજાર કિંમત ધરાવતી સોનાની ચેન તોડી બાઇક સવાર શખ્સો ધૂમ સ્ટાઈલે ફરાર થઈ જતા વૃધ્ધાએ મકરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
Recent Comments