અમરેલી

વેક્સિન માટે સ્લોટ બુક કરવામાં પડતી અગવડતા દૂર કરવા યુનિવર્સલ ફાઉન્ડેશન દ્વારા માંગણી

છેલ્લા દોઢ માસ મા સુરત મહાનગર પાલીકા આયોજીત યુનિવર્સલ ફાઉન્ડેશન વેક્સિન સેન્ટરો ચાલી રહ્યા છે તેમા  ૨૮૦૦૦થી વધુ લોકો સરીકરણ કરાવી ચુક્યા છે ત્યાર બાદ ૧ મે થી  રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ થયા બાદના આ સમય પર્યંત  છેલ્લા કેટલાક દિવસોથી સુરત ની જનતા ને વેક્સિન ના સ્લોટ બુક કરતી વખતે પડતી અગવડતા બાબતે ધ્યાન દોરતા યુનિવર્સલ ફાઉન્ડેશને માંગ કરી છે કે વેક્સિન માટે લોકો જ્યારે બુકિંગ ની પ્રોસેસ માંથી પસાર થાય છે તે દરમિયાન એક તો સમય અને લોકોનૂ સંખ્યા પ્રમાણે વેક્સિન ના ડોઝ ઓછા મળે છે તેમાં પણ રજીસ્ટ્રેશન ન થતા હોવાની પણ ફરિયાદો છે, બીજી એ કે જે ડોઝ ફાળવાય છે તે ઉપલબ્ધ હોવા છતાં બુક થતા નથી, વારંવાર બુકિંગ માટે મહેનત કરતી વખતે યા તો ફરી  બધી પ્રોસેસ કરવાનું કહે છે અથવા ટાઇમ આઉટ બતાવે છે, અથવા સ્લોટ ફૂલ બુક બતાવે છે, આવી સ્થિતિમાં વેક્સિન માટેની સાઈટ હેક થઈ ગઈ હોય તેવી આશંકા પણ છે, જેના કારણે સમય નો ઘણો દુરુપયોગ થાય છે અને સામાન્ય માણસ તો આ કરી પણ શકવાનો નથી જેમની પાસે સાદા ફોન છે  આ પ્રક્રિયાને બદલે  અગાઉ પ્રમાણે રસીકરણ કરવામાં આવે અથવાતો એક વાર આધાર કાર્ડ નાખી રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ તેમને એક દિવસ અગાઉ જે સેન્ટર સિલેક્ટ કર્યું હોય તેમાં, માત્ર મેસેજ દ્વારા જાણ કરી OTP દ્વારા વેરીફીકેશન કરી વેક્સિન મુકવા માટેની સેમી ઓનલાઇન વ્યવસ્થા કરાવો તેવી આશા છે. આવી સ્થિતિમાં સુરતની જનતા તથા રાજ્યના લોકોને વેક્સિનેશન માં કોઈ અગવડતા ના પડે તે માટે ત્વરિત પગલાં લઈ યોગ્ય નિરાકરણ લાવશો તેવી અરજ ભરી માંગ યુનિલર્સલ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.

Related Posts