fbpx
રાષ્ટ્રીય

વેક્સિન લઈ લીધી છે એ લોકો સૌથી વધારે સુરક્ષિત

કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનને લઈને કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે કેટલાક જરૂરી સવાલો અને તેના જવાબો આપીને નાગરિકોની વચ્ચે જાગૃતતા વધારી છે. તેમાં જણાવ્યું છે કે, જેમનું વેક્સનેશન થઈ ગયું છે એવા લોકો વધારે સુરક્ષિત છે.વેક્સિનની અસર નહીં થાય એવો કોઈ પુરાવો નથી. જાેકે વાયરસના સ્પાઈક જેનામાં થયા તેનામાં કેટલાક મ્યૂટેશનના કારણે વેક્સિનની અસર ઓછી થવાની વાત સામે આવી છે. તો પણ જે લોકોનું વેક્સિનેશન થઈ ગયું છે એ લોકો વધારે સુરક્ષિત છે. તેથી કોઈ નાગરિકે વેક્સિન ના લીધી હોય અથવા તો ડોઝ બાકી હોય તેમણે જરૂરથી લઈ લેવી જાેઈએ. ઓમિક્રોન દક્ષિણ આફ્રિકામાંથી ઉદ્ભવ્યો છે અને કેટલાય દેશોમાં ફેલાઈ રહ્યો છે. તેના લક્ષણો પ્રમાણે તે કેટલાક બીજા દેશોમાં પણ ફેલાઈ શકે છે. હજુ પણ તેના સંક્રમિતોની સંખ્યા અને સ્તર સ્પષ્ટ નથી. બીજી બાજુ જાેઈએ તો ભારતમાં ડેલ્ટા વેરિએન્ટ વધારે ફેલાયેલો હતો અને વેક્સિનેશન પણ ખૂબ ઝડપથી ચાલ્યું. આ કારણે એવું અનુમાન લગાવી શકાય કે આ બીમારી થોડી કમજાેર રહી શકે છે. મંત્રાલયે આ અનુમાનમાં પણ “પરંતુ” જાેડીને જણાવ્યું છે કે હજુ વધારે વૈજ્ઞાનિક પુરાવા સામે આવી જ રહ્યા છે. કોરોના માટે આરટીપીસીઆર સૌથી નક્કર તપાસ પ્રણાલી છે. તે વાયરસના સ્પાઈક (એસ), એન્વલ્ડપ (ઈ) અને ન્યુલિયોકૈપ્સિડ જેવા જીનને પકડીને સંક્રમણની પૃષ્ટિ કરે છે. જાેકે ઓમિક્રોનના એસ જીનમાં ઘણો બદલાવ આવ્યો છે. જેનાથી કેટલીક બાબતોમાં સંક્રમણને ઓળખવું મુશ્કેલ થઈ શકે છે. જાેકે ઓમિક્રોનની પૃષ્ટિ માટે જીન સિક્વેન્સિંગ થઈ રહ્યું છે. માસ્ક પહેરવું, વેક્સિનેશન કે એક ડોઝ બાકી હોય તો જરૂરથી લઈ લેવા, સામાજિક દૂરી રાખવી અને રૂમ કે કાર્યાલયને વાતાનુકૂલિત બનાવી રાખવા. સરકાર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે, પ્રેસમાં સતત ગાઈડલાઈન ચાલું છે.

Follow Me:

Related Posts