વેપારીઓ પાસેથી ભાવ ન મળતા ડુંગળીનું ખુદ વેચાણ કરતા ખેડૂતો
ડુંગળીના પાકનો વાવેતર ખર્ચ વધતો જાય છે તેની સામે વેંચાણ ભાવમાં દિવસેને દિવસે ઘટાડો જોવા મળી રહ્યો હોવાથી ખેડુતોને ડુંગળી વગર આંસુએ રોવડાવી રહી છે. નખત્રાણા તાલુકામાં નાના અંગીયાના ખેડુતો જણાવે છે કે, અમો બાપ દાદાથી ડુંગળીનું વાવેતર કરીએ છીએ જે મહેનત માંગી લેતો પાક છે. ઓક્ટોબર માસમાં ડુંગળીનો ધરૂ એટલે એનું બીજનું વાવેતર કરવામાં આવે છે. બે માસ સુધી તેનું જતન કરીને રોપ બનાવવામાં આવે છે. જેનું રાત-દિવસ જતન કરવામાં આવે છે. આ રોપનું બીજા ખેડુતોને વેચાણ કરીએ છીએ . એક ક્યારાના ભાવે ખેડૂતોને વેચીએ છીએ. રોપની ખરીદી આજુબાજુના ખેડુતો તો ઠીક અંજાર, વાગડ બાજુ થી પણ આવતા હોય છે. કારણ કે, અંગીયા પાથકના રોપની ડુંગળી ખાવામાં મીઠી હોય છે. પરંતુ હાલે વાવેતર સમય કરતા વેંચાણ ભાવ તળીયે પહોંચી જતાં ખેડુતોની હાલત કફોડી બની ગઈ છે. જેના કારણે કિસાનો માલ દલાલો કે વેપારીને આપવાના બદલે ખુદ જ રીટેઈલ વેંચાણ કરવા મજબુર બન્યા છે. ડુંગળીનું વાવેતર કરતા નાના અંગીયાના ખેડુત સુરેશભાઈ મેઘાણી આપવીતી જણાવતા કહે છે. આટલી બધી મહેનત કરવા છતાં ભાવ નાથી મળતા . જયારે વાવેતર કરાય છે ત્યારે રૂ.૮૦ થી ૯૦ કીલોના ભાવ બોલાતા હોય છે. પરંતુ જ્યારે ડુંગળી ઉખેડીને ગોડાઉનમાં રાખે છે ત્યારે છુટક અઢારાથી વિસ રૂપિયાના ભાવે વેચાય છે.
Recent Comments