ગુજરાત

વેપાર માટે ૧ વર્ષમાં હજારો કરોડની લોન લેવાઈ

કોરોના બીજી લહેર બાદ ગ્રાહકોની લોન લેવા પ્રત્યે ઝડપી વૃદ્ધિ થઇ છે. તહેવારોના કારણે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં મોટા ભાગની બેન્કોએ ધિરાણમાં ૭૦-૮૦ ટકા હિસ્સો મેળવી લીધો છે. ક્રેડિટ કાર્ડ, હોમ-ઓટો, પર્સનલ મોર્ગેજ તેમજ કોર્પોરેટ લોન લેવામાં ગુજરાતીઓની ડિમાન્ડ અન્ય રાજ્યોની તુલનાએ ઘણી વધુ છે.કોવીડ પછી લોન લેનાર ગ્રાહકોમાં સૌથી વધુ ડિમાન્ડ એમએસએમઇ, ઓટો-એગ્રી સેક્ટરમાં જાેવા મળી રહી છે

નેશનલાઇઝ્‌ડ બેન્કોનો ધિરાણ રેશિયો કોવિડ પૂર્વે હતો તે અત્યારે ફુલફિલ થવા લાગ્યો છે. સર્વિસ પ્રોવાઇડર બેન્ક પ્રત્યે ગ્રાહકો સૌથી વધુ આકર્ષાઇ રહ્યાં છે. બેન્ક ડિજિટલ ટ્રાન્ઝેક્શનને વધુ ભાર આપી રહી છે. એનબીએફસી સેક્ટરમાં ૩૦-૪૦ ટકાનો સુધારો જાેવા મળ્યો છે.કોરોના મહામારી બાદ ઉદ્યોગોને વેગ આપવા માટે કેન્દ્ર સરકારની ઇર્મજન્સી ક્રેડિટ ગેરંટી સ્કિમ હેઠળ ગુજરાતના ૧.૬૯ લાખથી વધુ યુનિટોને ૫૭૩૧૦ કરોડથી વધુની લોન પૂરી પાડવામાં આવી છે. બેન્કોએ વાર્ષિક ધોરણે ૯૪૩૬૬ કરોડના ધિરાણનો ટાર્ગેટ મૂક્યો છે જેમાંથી સપ્ટેમ્બર ક્વાર્ટર સુધીમાં કુલ ૬૦.૭૩ ટકા લોનની ચૂકવણી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં કુલ ચૂકવાયેલ ૧૪૫૬૨૫ કરોડમાંથી ૬.૫૮ ટકા લેખે ૯૫૭૮ કરોડની એનપીએ નોંધાઇ છે. બેન્કોને સૌથી વધુ એગ્રી કલ્ચર લોનમાં એનપીએનો સામનો કરવો પડી રહ્યો છે.વાર્ષિક ધોરણે ગુજરાતીઓ સરેરાશ ૮-૧૦ લાખ કરોડનું ધિરાણ મેળવે છે. કોરોના મહામારી છતાં નાણા વર્ષ ૨૦૨૧માં ૧૦ લાખ કરોડથી વધુનું ધિરાણ લેશે તેવો મત ટોચની બેન્કો દર્શાવી રહી છે. કોવિડ બાદ ઓટો તથા હાઉસિંગ સેક્ટરમાં વ્યાજદર ઘટીને ૭ ટકા આસપાસ પહોંચ્યો હોવાથી લોકોમાં લોન લેવાની ક્ષમતા વધી છે.

રિટર્ન સમયસર ફાઇલ કરતા હોય અને સિબિલ સ્કોર સારો હોય તો બેન્કો ૨૪ કલાકની અંદર લોન મંજૂર કરી આપે છે તો શા માટે જંગી રોકડ કાઢવી જાેઇએ.કોરોના સંકટ-આર્થિક સંક્રમણ વચ્ચે પણ ગુજરાતી ઉદ્યોગ મહિલા સાહસિકોએ સાહસ ખેડી નવો બિઝનેસ અને વિસ્તરણ કર્યું છે. છેલ્લા એક વર્ષમાં ગુજરાતી મહિલાઓ ધિરાણ મેળવવામાં મોખરે રહી છે. છેલ્લા એક વર્ષમાં રૂ.૩૦૦૦૦ કરોડથી વધુની સરેરાશ દસ લાખ મહિલા ઉદ્યોગ સાહસિકોએ બેન્કો પાસેથી લોન મેળવી હોવાનો નિર્દેશ સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી (એસએલબીસી)ના અહેવાલમાં રજૂ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં મહિલાઓ દ્વારા સૌથી વધુ ગ્રૃહ ઉદ્યોગ, ટેક્સટાઇલ-એપરલ, હેન્ડીક્રાફ્ટ, ફુડ સેક્ટર, જેમ્સ-જ્વેલરી સેક્ટરમાં મોટા પાયે વેપાર કરી રહી છે. બેન્કો નાણાથી છલકાઇ રહી છે અને ધિરાણ ટાર્ગેટ પૂર્ણ કરવા માટે આરબીઆઇએ પણ સંખ્યાબંધ છૂટછાટો આપેલી છે. સતત ઘટી રહેલા વ્યાજદર, ત્વરિત લોન મંજૂરી, હળવી શરતો અને તમારી ઇચ્છા મુજબની પુનઃ ચૂકવણી મુદત જેવાં પ્રોત્સાહનો મળી રહ્યા છે.

સામે કોરોના જેવી મહામારી અને ફિઝિકલ ડિસ્ટન્સિંગ જેવી બાબતોને મહત્વ આપતાં લોકો ઘર, ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ, ટુ-વ્હિલર, ફોર વ્હિલર સહિતના સાધનો ખરીદવા લાગ્યા છે. તેના કારણે છેલ્લા ચાર માસથી ઠપ્પ થઇ ગયેલા અર્થતંત્રમાં કોરોના પૂર્વેની સ્થિતિ સ્થાપિત થઇ રહી છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ગુજરાતીઓએ કુલ ૫૬૦૯૭ કરોડની લોન લીધી છે. એટલું જ નહિં વ્યાજદરમાં સતત ઘટાડો થઇ રહ્યો હોવા છતાં પણ સલામત રિટર્નના કારણે લોકોએ બેન્કોમાં ડિપોઝિટી ગત સપ્ટેમ્બર ક્વાર્ટરની તુલનામાં ૧૩ ટકા વધારી ૧૦૧૪૪૯ કરોડની મુકી છે.

Related Posts