fbpx
બોલિવૂડ

વેબ સિરીઝ ‘હીરામંડી’ પહેલુ ગીત રિલીઝ થયા બાદ ફેન્સ સિરીઝને લઈને ખુબ એક્સાઈટેડ

જાણીતા ડાયરેક્ટર સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ ‘હીરામંડી’ની હાલ ઘણી ચર્ચા થઈ રહી છે. ટ્રેલર અને પહેલુ ગીત રિલીઝ થયા બાદ ફેન્સ આ સિરીઝને લઈને ખુબ એક્સાઈટેડ છે. ત્યારે હવે આ ફિલ્મનું બીજુ એક ગીત રિલીઝ થયું છે. જેમાં સોનાક્ષી સિન્હાનું પાગલપન જાેઈ ફેન્સ ચોકી ગયા છે. સોનાક્ષી સિન્હા ક્યારેક પ્રેમમાં તો ક્યારેક એક્શન સિનમાં જાેવા મળી છે પણ જે હાલ ગીત રિલીઝ થયું છે તેમાં સોનાક્ષીનો એક અલગ જ અંદાજ જાેવા મળી રહ્યો છે. ‘તિલસ્મી બાહે’ આ ગીતનું નામ છે જે ગઈકાલે જ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતના આવવાથી વેબ સિરીઝને લઈને વાતાવરણ ખૂબ જ તંગ બની ગયું છે. આ સાથે સોનાક્ષી સિન્હાના પાત્ર ફરીદાનની પ્રથમ ઝલક પણ સામે આવી છે.

સોનાક્ષી સિન્હાએ તેના અત્યાર સુધીના સૌથી મુશ્કેલ અભિનયથી માત્ર પ્રેક્ષકોને જ મંત્રમુગ્ધ કર્યા નથી પરંતુ તેણે “હીરામંડી” ના સેટ પર રેકોર્ડબ્રેક ૨૦ મિનિટમાં એટલે કે પ્રથમ ટેકમાં શોટ પૂર્ણ કરીને ઇતિહાસ પણ રચી દીધો છે. ભણસાલી દ્વારા દિગ્દર્શિત ફિલ્મમાં આવું અગાઉ ક્યારેય બન્યું ન હતું.પણ સોનાક્ષીનો ગીતમાં પાગલપન જાેઈ ભણસાલી પણ ચોકી ગયા હતા અને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતુ. આ ગીત હાલ રિલીઝ થયું છે. ત્યારે આ ગીત જાેનાર દરેક લોકો સોનાક્ષીના વખાણ કરતા થાકતા નથી તેમજ હવે આ ગીત અને તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. સોનાક્ષી પ્રથમ વખત આવા અવતારમાં જાેવા મળી છે.

સોનાક્ષી સાડી પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી છે. સોનાક્ષી, જે ફરીદાનનું પાત્ર ભજવે છે, તે એક જબરદસ્ત સ્ટોરી આવી રહી હોવાનું ફેન્સ માની રહ્યા છે.લોકો સોનાક્ષીને સ્ક્રીન પર જાેવા માટે વેબ સિરીઝની રાહ જાેઈ રહ્યા છે. લોકો “હીરામંડી” ની રિલીઝની આતુરતાથી રાહ જાેઈ રહ્યા હોવાથી સોનાક્ષી સિન્હાનું શાનદાર અભિનય ચોક્કસપણે ટોક ઓફ ધ ટાઉન બનશે જે પ્રેક્ષકોને “હીરામંડી” ની મનમોહક દુનિયા તરફ ખેંચશે. ફિલ્મ ‘હીરામંડી’માં ડાયમંડ બજાર વેશ્યાઓ અને તેમના જીવનની સ્ટોરી છે. ૧૯૪૦ ના દાયકામાં ભારતીય સ્વતંત્રતા સંગ્રામની તોફાની પૃષ્ઠભૂમિ સામે સેટ, ‘હીરામંડી’ પ્રેમ, વિશ્વાસઘાત, વારસો અને ‘કોઠા’માં રાજકારણની વાર્તા કહે છે. તે ૧ મે, ૨૦૨૪ ના રોજ દ્ગીંકઙ્મૈટ પર રિલીઝ થશે.

Follow Me:

Related Posts