વેરાવળના નામાંકિત તબીબની આત્મહત્યાના ચકચારી કેસ મામલે પોલીસ કાર્યવાહી ઝડપી બનાવવામાં આવી છે. પોલીસે મૃતક તબીબના પુત્રનું નિવેદન નોંધી એ.ડી દાખલ કરી છે. વર્તમાન એમ.પીનું ભળતું નામ રાજેશભાઈ ચુડાસમા હોવા મામલે પોલીસ તપાસ શરૂ કરી છે. બીજી તરફ ન્યાયની માગ સાથે પરિવારજનોએ આક્રંદ મચાવ્યું હતું. સ્યૂસાઇડ નોટને લઈને પણ પોલીસ તપાસ ચાલુ કરી દેવામાં આવી છે અને તે માટે હેન્ડરાઇટિંગ એક્સપર્ટ્સની મદદ લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તબીબે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ ખાતે ગઈકાલે બનેલી ચકચારી ઘટના ડો.અતુલ ચગની આત્મહત્યાને લઈ વેરાવળ સહિત સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે અને આત્મહત્યા બાદ મળેલી સ્યૂસાઇડ નોટને કારણે હાલ સમગ્ર જિલ્લામાં બે નામ ચર્ચામાં આવ્યા છે.
સ્યૂસાઇડ નોટ મુજબ, નારણભાઈ અને રાજેશ ચુડાસમા નામના ઉલ્લેખને લઈને હોબાળો મચી ગયો છે. જેમાં તબીબની આત્મહત્યા પાછળ તેમના આર્થિક વ્યવહારો કારણભૂત હોવાનું મૃતકના પુત્ર હિતાર્થે પોલીસને માહિતી હોવાનું ડ્ઢરૂજીઁ દ્વારા જણાવ્યું હતું. આ સાથે ડોક્ટરની સુસાઈડ નોટ સંદર્ભે પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ કરી અને વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાનું નામ આવતું હોવાથી પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. તો પોલીસે મૃતકનો મોબાઈલ, મફલર, સુસાઈડ સહિતની વસ્તુઓ કબ્જે મેળવી હ્લજીન્માં મોકલવામાં આવી છે અને ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


















Recent Comments