અમરેલી

વેરાવળ ખાતે યોજાનાર સમુદ્ર તરણ પ્રશિક્ષણ તાલીમ શિબિરમાં ભાગ લેવા ૪ જાન્યુઆરી સુધીમાં અરજી કરવી

ગુજરાત રાજ્યના ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા ચુનંદા તરવૈયા યુવક યુવતીઓને સમુદ્ર તરણ પ્રશિક્ષણ આપી લાંબા અંતરની સમુદ્ર તરણ સ્પર્ધામાં ભાગ લેવા તૈયાર કરવાની પૂર્વ ભૂમિકા રૂપે કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનાં ઉપક્રમે દર વર્ષે ૧૦ દિવસની સમુદ્ર તરણ પ્રશિક્ષણ તાલીમ શિબિર યોજવામાં આવે છે. ચાલુ વર્ષે સંભવિત જાન્યુઆરી-૨૦૨૨ ના અનુકુળ ૧૦ દિવસ દરમ્યાન વેરાવળ ખાતેનાં અરબી સમુદ્રમાં શિબિર યોજવાનું નક્કી કરેલ છે. આ શિબિરમાં ભાગ લેવા ઈચ્છતા અમરેલી જિલ્લાનાં યુવક-યુવતીઓ કે જેમની ઉંમર તા.૩૧/૧૨/૨૦૨૧ ના રોજ ૧૫ થી ૩૫ વર્ષની મર્યાદામાં હોય, શારીરિક તેમજ માનસિક રીતે તંદુરસ્ત હોય તેમજ સામાન્ય સંજોગોમાં સતત ત્રણ (૩) કલાક તરી શકવાની ક્ષમતા ધરાવતા હોય તેમને નિયત નમૂનાનું અરજી ફોર્મ તા.૦૪/૧/૨૦૨૨ સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી, 

રમત ગમત કચેરી, જિલ્લા સેવા સદન, રૂમ નંબર૩૧૩-૩૧૪, બીજો માળ, મુ.ઈણાજ, તા.વેરાવળ, જિ. ગીર સોમનાથ- ૩૬૨૨૬૫ ખાતે મોકલી આપવી. શિબિર માટે પસંદગી કરતા પૂર્વે તરણ કસોટી યોજાયા બાદ આ કસોટી માંથી ઉત્તીર્ણ થનાર ૨૫(પચ્ચીસ) યુવક-યુવતીઓની શિબિર માટે પસંદગી કરવામાં આવશે. પસંદગી પામેલ તાલીમાર્થીઓને વતનથી કેમ્પના સ્થળ સુધી આવવા જવાનું પ્રવાસ ખર્ચ(સાદી એસ.ટી બસનું) , નિવાસ, ભોજન આપવામાં આવશે. શિબિર માટેનું અરજી ફોર્મ કચેરીના બ્લોગ એડ્રેસ dsoamreli.blogspot.com પરથી અથવા જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત કચેરી, બહુમાળીભવન, બીજો માળ, બ્લોક-સી,   રૂમ નં. ૧૧૦/૧૧૧, અમરેલી પરથી મળશે.

Related Posts