વેરાવળ તાલુકા પંચાયત કચેરીનું નવુ બિલ્ડીંગ બનાવવા માટે શાસકોએ ઠરાવ રજુ કરેલ જે અંગે સુવિઘાવાળુ નવા સ્થળે નવું બિલ્ડીંગ બનાવવા તમામ સભ્યોએ મત વ્યકત કરી સર્વાનુમતે તાલુકા પંચાયતની પ્રથમ બજેટ બેઠકમાં મંજૂરી આપી હતી. આ સાથે પ્રમુખ સરમણભાઇ સોલંકીએ રજુ કરેલ વર્ષ ૨૦૨૧-૨૨ નું રૂ.૫૪.૬૭ લાખની પુરાંત વાળુ બજેટ પણ સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલ હતુ.
વેરાવળ તાલુકા પંચાયતની ભાજપએ સતા સંભાળ્યા બાદ કચેરીનો ચાર્જ નવનિયુકત પ્રમુખ સરમણભાઇ સોલંકીએ પૂજા-અર્ચના કરી પ્રદેશ મંત્રી ઝવેરીભાઇ ઠકરાર, તાલુકા પ્રમુખ હરદાસભાઇ સોલંકી સહીતના હોદેદારોની હાજરીમાં સંભાળેલ હતો. ત્યારબાદ પ્રથમ બજેટ બેઠક કચેરીના સભાખંડમાં મળી હતી. જેમાં પ્રમુખ સરમણભાઇ સોલંકીએ વર્ષ ૨૦૨૧-૨૨ નું રૂ.૫૪,૬૭,૦૫૭ ની પુરાંત વાળુ બજેટ રજુ કરેલ હતુ. જેમાં સામાન્ય વહિવટ ક્ષેત્રે રૂ.૧,૬૭,૦૦૦, કુદરતી આફત ક્ષેત્રે રૂ.૧,૨૦,૦૦૦, બાંધકામ ક્ષેત્રે રૂ.૬,૪૫,૦૦૦આરોગ્ય તથા પંચાયત વિકાસ ક્ષેત્રે રૂ.૧,૨૫,૫૦૦, શિક્ષણ ક્ષેત્રે રૂ.૨ લાખ, સમાજ કલ્યાણ ક્ષેત્રે રૂ.૬૨ હજાર, ખેતીવાડી અને પશુપાલન ક્ષેત્રે રૂ.૫૨,૫૦૦ તેમજ જુદી-જુદી યોજનાઓમાં પણ વિકાસ ક્ષેત્રે જાેગવાઇ કરી રકમ ફાળવાયેલ છે. આ બજેટને તમામ સભ્યોએ સર્વાનુમતે મંજુર કરેલ હતુ.
Recent Comments