fbpx
ગુજરાત

વેરાવળ બંદરેથી ૩૫૦ કરોડોનો હેરોઇનનો જથ્થો ઝડપાયોએક કિલો હેરોઇનની આંતરરાષ્ટ્રીય કિંમત ૭ કરોડ

વેરાવળ બંદરેથી ૩૫૦ કરોડોનો હેરોઇનનો જથ્થો ઝડપાયો છે. દરિયાઈ માર્ગે ફિશિંગ બોટમાં ૫૦ કિલો હેરોઇનનો જથ્થો વેરાવળ લાવવામાં આવ્યું હતું. જે મધ્યરાત્રીના બાતમી આધારે પોલીસે ઝડપી પાડ્યું છે. એક કિલો હેરોઇનની આંતરરાષ્ટ્રીય કિંમત ૭ કરોડ છે. જેથી ૫૦ કિલો હેરોઇનની કુલ ૩૫૦ કરોડ જેટલી થાય છે. હાલ છ્‌જી સહિત ગીર સોમનાથ ર્જીંય્, ન્ઝ્રમ્, હ્લજીન્ અને મરીન પોલીસ સહિતની બ્રાન્ચ દ્વારા સંયુક્ત તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યું છે.ગીર સોમનાથ એસપી મનોહરસિંહ જાડેજાની ટીમ દ્વારા વેરાવળમાં નશીલા પદાર્થ અંગે મેગા ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે.

જેમાં ૫૦ કિલો હેરોઇનના જથ્થા સાથે ૯ ખલાસીઓ ધરપકડ કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં દરિયાઈ માર્ગે આવતા નશીલા પદાર્થના મોટા જથ્થાને સુરક્ષા એજન્સીએ ઝડપી પાડ્યો છે. જે હ્લજીન્ રિપોર્ટ આવ્યા બાદ આ માદક પદાર્થ હેરોઇન હોવાની માહિતી બહાર આવી હતી. સૂત્રોમાંથી માહિતી વિગતો મુજબ વેરાવળ નજીકના સમુદ્રમાંથી સુરક્ષા એજન્સીઓને મળેલી બાતમીના આધારે એક ફિશિંગ બોટમાં વેરાવળ બંદર ઉપર આવી રહેલા હેરોઇનના મોટા જથ્થાને ઝડપી પાડવામાં આવ્યો છે.એસઓજી, એલસીબી સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા બોટમાંથી ઝડપાયેલા ૯ જેટલા ખલાસીઓનું ઇન્ટરોગેશન કરવામાં આવી રહ્યું છે. આધારભૂત સૂત્રોમાંથી માહિતી મળી રહી છે

તે મુજબ રાજકોટના અમુક રીસીવરો આ નશીલા પદાર્થની ડીલીવરી લેવા માટે વેરાવળ બંદર ઉપર પણ આવી પહોંચ્યા હોવાની સુરક્ષા એજન્સીઓને બાતમી મળી છેય સુરક્ષા એજન્સીઓ દ્વારા આ દિશામાં પણ તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે.હાલ સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા મળી છે. ત્યારે આ નશીલા પદાર્થની હેરાફેરીમાં સ્થાનિક કોઈ માછીમાર અથવા કોઈ એવા ગુનાહિત માનસ ધરાવતા તત્વોની સંડોવણી છે કે કેમ? આ ઉપરાંત આ નશીલા પદાર્થનો જથ્થો કોણે મોકલ્યો હતો. કોના દ્વારા મંગાવામાં આવ્યો હતો તે દિશામાં તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts