fbpx
સૌરાષ્ટ - કચ્છ

વેરાવળ માં જલ્યાણ ગ્રુપ દ્વારા રવિવારે વિરદાદા જશરાજી નો શોર્યદીન ઉજવાશે

લોહાણા સમાજના ગૌરવસમા વિરદાદા જશરાજજીનો શોર્યદીન તા.રરજાન્યુઆરી રવિવાર ના રોજ હોય જેને સ્મૃતિ ચિન્હ તરીકે ઉજવવા જલ્યાણ ગ્રુપ દ્વ્રારા જ્ઞાતિ સમુહ ભાજન સહીત પુજા વિધી નું આયોજન કરવામાં આવેલ છે.

 લોહાણા બોર્ડીંગના વિશાળ પટાંગણમાં વિરદાદા જશરાજજી નગરનું નિમાર્ણથશે રધુવંશી પરિવાર આ નાત જમણમાં એક સાથે એકજ સ્થળે એકજ સમયે તમામ વર્ગ સ્તરના અબાલ વૃધ્ધ ગરીબ તવંગર રધુવંશીઓ એક સાથે હરીહર કરશે તથા જય જલારામ જય વિરદાદા જશરાજ ના ગંગનભેદી સામુહીક ઉદબોધ સાથે જેના અન્ન ભેગા તેના મનભેગા આ સુત્ર દીલથી સાર્થક કરશે.

 હજારો જ્ઞાતિજનો લોહાણા બોર્ડીંગ ના વિશાળ ગ્રાઉન્ડ મા ઉમટી પડશે તેના માટે તમામ વ્યવસ્થા પુર્ણ કરાયેલ છે વડીલો માટે ખુરશી ટેબલ ની વ્યવસ્થા કરાયેલ છે આ કાર્યફમ માં વેરાવળ સોમનાથ વિસ્તારના લોહાણા જ્ઞાતિ રધુવંશી પરીવારોને સમુહ ભોજન પ્રસાદી લેવા જાહેર અમંત્રણ છે.

 તા.રર ના રવિવારે સાજે ૭ વાગ્યે દાદાને નિવેધ જુવારી ગુલાબી સાફો ચડાવી પુજન કરવામાં આવશે ત્યાર બાદ સાજે ૭ વાગ્યે સમુહ ભોજન પ્રસાદીનો પ્રાંરભ થશે વડીલોના માર્ગદર્શન હેઠળ આ મેગા આયોજનને શ્રૃતિશુન્ય બનાવી રહયા છે અને આ કૃપાથી રધુવંશી સમાજમાં ના આંગણે એકતાનો સુરજ ઉગશે સમગ્ર કાર્યફમ સફળ બનાવવા માટે જલ્યાણ ગ્રુપના હોદેદારો કાર્યકરો તૈયારી પુર્ણ કરેલ છે.

Follow Me:

Related Posts