વેરાવળ શહેર માં જલારામ બાપા ની ૧૪૩ મી પુણ્યતિથીએ લોહાણા સમુહ જ્ઞાતિ ભોજન(પ્રસાદ) નું આયોજન કરાયેલ છે જેમાં લોહાણા જ્ઞાતિ રધુવંશીઓને સહ પરીવારને જ્ઞાતિ ગંગા દર્શન માં સહભાગી થવા સોશ્યલ મીડીયા,પ્રિન્ટ,ઈલેકટ્રોનીક મીડીયા સહીત દરેક ને જાણ કરાયેલ છે.
વેરાવળ ભાલકા ભીડીયા જી.આઈ.ડી.સી સોમનાથ તેમજ તાલુકા અને જીલ્લામાં જલારામ બાપાની ૧૪૩મી પુણ્યતિથી તા.૧૫/૨/૨૩ બુધવારે સમુહ લોહાણા જ્ઞાતિ ભોજનનું આયોજન કરાયેલ છે આપ્રસંગે જલ્યાણગ્રુપ ના પ્રમુખ દીપક કકકડે જણાવેલ હતું કે સાંજે ૭ કલાકે લોહાણા બોડીંગ બસ સ્ટેન્ડ સામે વિશાળ ગ્રાઉન્ડ માં જલારામ બાપાને પુજન,પ્રસાદ ધરી સમુહ જ્ઞાતિ ભોજનની શરૂઆત કરાશે.
દર વર્ષે યોજાનાર આ કાર્યફમ માં જલ્યાણ ગુપ ના તમામ કાર્યકરો તેમજ સેવા આપનાર તમામ યુવાનો તડામાર તૈયારીઓ કરી રહેલ છે આ સમુહ ભોજન માં સીનીયર સીટીજન ભાઈઓ બહેનો માટે ટેબલ ખુરશી ની વ્યવસ્થા રખાયેલ છે જેથી આ કાર્યમાં સહપરીવાર ને પધારવા તેમજ જ્ઞાતિ ગંગા દર્શનનો લાભ લેવા એક યાદીમાં જણાવેલ છે


















Recent Comments