fbpx
સૌરાષ્ટ - કચ્છ

વેરાવળ માં મંગળવારે જલ્યાણ ગ્રુપ દ્વારા રાંદલ માતાજીના ૧૦૮ લોટા મહોત્સવ ભકતો ભારે ઉત્સાહ

વેરાવળ શહેર માં જલ્યાણ ગ્રુપ દ્વ્રારા છઠી વાર સમગ્ર જ્ઞાતિ સમાજના હીતાર્થ રાંદલ માતાજીના ૧૦૮ લોટા મહોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે  

જલ્યાણ ગ્રુપ ના દીપક કકકડે જણાવેલ હતું કે સમગ્ર જ્ઞાતિ સમાજનાહીતાર્થે તેમજ ધાર્મિક કાર્યક્રમ ના ભાગરૂપે તા .૧૭ / ૫ / ૨૨ ને મંગળવાર ના રોજ ૧૦૮ લોટા મહોત્સવ નું ભવ્ય આયોજન કરાયેલ છે તેમાં ૧૫૦૦ થી વધુબાળાઓ ( ગોરણી ) ને પ્રસાદી તથા ભેટ આપવામાં આવશે

તા . ૧૭ / ૫ ના રોજ મંગળવારે સવાર ૯ કલાકે પુજા અર્ચના ૧૧ થી ૨ બાળાઓને પ્રસાદ ( ગોરણી ) સાંજે ૫ કલાક થી માતાજીની આરાધના તથા ગરબા સાંજે ૭ કલાકે મહાઆરતી દીપમાળા તેમજ દર્શન રાત્રે ૯ થી ૧૧ રાસ ગરબા તેમજ સવારે ૯ થી રાત્રી ૧૧ વાગ્યા સુધી ખુલ્લા રહેશે

સટા બજાર લોહાણા મહાજન વંડી માં યોજાનારા આ કાર્યક્રમાં લોટા નોધાવવા તેમજ બાળાઓને પ્રસાદી આપવા યજમાનોને લાભ મળી શકશે તેમજ આજુબાજુના તમામ મંદિરોના પુજારીને આ કાર્યક્રમ દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં દર્શનનો લાભ લઈ શકે તે માટે પ્રસાર પ્રચાર કરવા નિવેદન કરાયેલ છે.તેમજ નાની દીકરીઓને પ્રસાદી માટે સવારે ૧૧ થી ૨ લઈ આવવા દરેક પરીવારોને અપીલ કરાયેલ છે માતાજીના ભકતો માં ભારેઉત્સાહ ફેલાયેલ છે

આ ભવ્ય ધાર્મિક કાર્યક્રમમા તાલાલા સુત્રાપાડા કોડીનાર ઉના ગીરગઢડા તાલુકાના શહેર તથા ગ્રામ્ય વિસ્તારો માંથી દર્શનાર્થીઓને આ કાર્યક્રમ નો લાભ લેવા અપીલ કરાયેલ છે .

Follow Me:

Related Posts