fbpx
સૌરાષ્ટ - કચ્છ

વેરાવળ લોહાણા જ્ઞાતિના ૭ સી.એ થયેલા વિધાર્થીઓનો ભવ્ય સત્કાર સમારંભ યોજાયો

વેરાવળ લોહાણા જ્ઞાતિ ના ૭ સી.એ થયેલા વિદ્યાર્થીઓનો ભવ્ય સત્કાર સમારોહ લોહાણા મહાજન દ્વારા યોજાયેલ હતો તેમાં પરીવાર સાથે આવેલા વિદ્યાર્થીઓનું ભવ્ય સન્માન થયેલ હતું ત્યારે શિક્ષણ ક્ષેત્રે બોર્ડીંગ હંમેશા અગ્રેસર રહે છે તેમજ કાર્યક્રમ માં ઉપસ્થિત બોર્ડીંગ ના ટ્રસ્ટીઓને જણાવેલ હતું કે સમાજ શિક્ષીત થાય તે માટે બોર્ડીંગ હમેંશો અગ્રેસર રહેશે.

વેરાવળ લોહાણા મહાજન દ્વારા લોહાણા મહાજન વંડી માં સૌથી અધરી ગણાતી સી.એ ની પરીક્ષામાં ૭ વિધાર્થીઓ પાસ થતા તેમને ભવ્ય સત્કાર સમારોહ યોજેલ હતો જેમાં પલકીન ઠકકર,મીત જીમડીયા,તેજસ અભાણી,હર્ષ કોટક,નિકુંજ તન્ના,મીત કારીયાપલકેશ રૂપારેલીયા પરીવાર સહીત ઉપસ્થિત રહેલ હતા.

આ કાર્યક્રમ માં મહાજન પ્રમુખ દીપક કકકડે જણાવેલ હતું કે લોહાણા બોર્ડીંગ ના ટ્રસ્ટીઓ રધુવંશી પરીવારના બાળકોના શિક્ષણ માટે હંમેશા અગ્રેસર રહે છે વર્ષોથી બોર્ડીંગ માં ભણતા વિદ્યાર્થીઓ

માટે રહેવા,ભોજન,સ્કુલ,ચોપડા,સ્કુલબેગ સહીત ની તમામ વ્યવસ્થા ઓ વિના મુલ્યે કરવામાં આવે છે સી.એ તેમજ ઉચ્ચશિક્ષણ માટે ખાસ તકેદારી રખાય છે ત્યારે ઉપસ્થિત લોહાણા બોર્ડીંગ ના ટ્રસ્ટી રમેશભાઈ કોટકે જણાવેલ હતું કે અમારી ટીમ સમાજના બાળકો શિક્ષણ ક્ષેત્રે આગળ આવે તે માટે હંમેશા કાર્યરત રહે છે બોર્ડીંગ જયારથી ચાલુ થયેલ છે ત્યાર તેમના પુર્વ ટ્રસ્ટીઓ વડીલોએ પણ શિક્ષણ ક્ષેત્રે મોટુ યોગદાન આપેલ છે આ કાર્યક્રમ માં ઉપપ્રમુખ રમેશભાઈ ભુપ્તા,કારોબારી સભ્ય ચિરાગ કકકડ,બીપીનભાઈ અભાણી,અજય તન્ના,ઉષાબેન શિગાળા તેમજ લોહાણા બોર્ડીંગ ના ટ્રસ્ટી રમેશભાઈ ઠકરાર,અજયભાઈ રૂધાણી સહીત આગેવાનો ઉપસ્થિત રહેલ હતા સમગ્ર કાર્યક્રમ નું સંચાલન સી.એમ ના વિદ્યાર્થી ઓને સૌથી પ્રોત્સાહન માર્ગદર્શન આપનાર વિજયભાઈ સુબા એ સંભાળેલ હતું.

Follow Me:

Related Posts