વેરાવળ લોહાણા બોર્ડીંગ માં રધુવંશી સમાજ ના હજારો ખૈલેયાઓ નવરાત્રી મહોત્સવ માં ઉમટી પડશે
વેરાવળ લોહાણા બોર્ડીંગ ના વિશાળ ગ્રાઉન્ડ માં રવિવાર થી હજારો રધુવંશી ખૈલેયાઓ નવરાત્રી મહોત્સવ માં ઉમટી પડશે પ્રખ્યાત મ્યુઝીકલ ગ્રુપ, લોકપ્રિય કલાકારો સહીત અનેક વ્યવસ્થાઓ સાથે ૧૬ વર્ષથી ભવ્ય નવરાત્રી મહોત્સવ યોજાય છે ગીર સોમનાધ જીલ્લાના મુખ્યમથક વેરાવળમાં સૌથી મોટા જ્ઞાતિ ઉત્સવ માં ૧૦ દિવસ દરમ્યાન હજારો પરીવારો ઉમટી પડે છે.
વેરાવળ શહેર માં બસ સ્ટેન્ડ સામે આવેલ લોહાણા બોડીંગના વિશાળ ગ્રાઉન્ડ માં જલ્યાણ નવરાત્રી મહોત્સવ ૨૦૨૩ નું ભવ્ય આયોજન કરાયેલ છે ૧૬ વર્ષથી ચેરમેન તરીકે સેવા બજાવતા તેમજ લોહાણા મહાજન પ્રમખ દીપક કકકડે જણાવેલ હતું કે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને અનુસરી ન નવરાત્રી નું આયોજન થઈ રહેલ છે હજારો લોહાણા જ્ઞાતિજનો દરરોજ માતાજીના સ્વરૂપમાં રમતી બાળાઓના દર્શન કરવા આવી પહોચે છે સૌથી સુરક્ષીત સીકયુરીટી સાથે આ નવરાત્રી મહોત્સવ વડીલોએ શરૂ કરેલ હતો તેની પરંપરા આજે પણ સાચવી રાખેલ છે રમવા આવતા ખૈલેયાઓ તેમજ જ્ઞાતિજનો પાસે થી કોઈપણ એન્ટ્રી ફી લેવામાં આવતી નથી તમામ ને વિના મુલ્યે પ્રવેશ આપવામાં આવે છે વર્ષોથી લોષણા જ્ઞાતિ પરીવારો ૧૦ દિવસ એક સાથે હમળે છે ત્યારે પરીવાર જેવું ખુબજ અદભુત પુર્વક વાતાવરણ હોય છે.
સૌથી મોટો ઉત્સવ ૧૦ દિવસ માતાજીના આરાધના પ્રાર્થના કરવા માટે ગ્રાઉન્ડ ની અંદર સૌ સાથે મળીને આરતી કરે છે આટલો મોટો ધાર્મિક ઉત્સવ લોહાણા જ્ઞાતિ પરીવારના આર્શિવાદ થી ઉજવાય છે દરવર્ષે કંઈક નવું મળી રહે તે માટે પ્રયત્ન કરવામાં આવે છે આ દસે દસ દિવસ બાળકો માટે સુંદર આયોજન કરાઈ છે દરરોજ લ્હાણી આપવામાં આવે છે.
પ્રખ્યાત સ્વર મ્યુઝીકલ ગ્રુપ ના કલાકારો દિનેશ ચડાસમા,ધાબેન ગોંડલીયા,જીજ્ઞાશા વાજા,લક્ષમણભાઈ ચડાસમા,દશરવભાઈ ચુડાસમા સહીત ના કલાકારો તેમજ મ્યુઝીક ટીમ ખલેયાઓને દરરોજ થનગનાટ કરવા માટે સૌથી મોટી તૈયારી કરેલ છે.
કેન્દ્ર,રાજય સરકાર ના વહીવટી,પોલીસ તંત્ર નગરપાલિકા સહીત અનેક રાજકીય પદાધિકારીઓ દ્વારા સહકાર આપવામાં આવે છે ગીર સોમનાથ જીલ્લા સહીત અનેક શહરોમાંથી લોહાણા જ્ઞાતિ પરીવારો નવરાત્રી માણવા ઉમટી પડે છે.
વધુ માં દીપક કકકડે જણાવેલ હતું કે ૩૦ વર્ષ થી લોહાણા જ્ઞાતિ રધુવંશી ખેલૈયાઓ માટે નવરાત્રી મહોત્સવ સૌથી મોટ રાઉન્ડ માં યોજાય છે તેનો સૌથી વધારે પ્રય લોહાણા બોર્ડીંગના ટ્રસ્ટીશ્રીઓ ગૃહપતિ,બાળકો સૌથી વધારે સાથ સહકાર આપી રહેલ છે.
Recent Comments