ગુજરાત

વેરાવળ લોહાણા મહાજન વંડી માં મંગળવારે રાંદલ માતાજીના ૧૦૮ લોટા ઉત્સવ

૧૫૦૦ થી વધારે ગોરણી ને અપાશે પ્રસાદ સર્વ સમાજ માટે ભવ્ય કાર્યક્રમ વેરાવળ શહેર માં જલ્યાણ ગ્રુપ દ્વારા મંગળવારે સમગ્ર જ્ઞાતિ સમાજ ના હીતાર્થે રાંદલ માતાજીના ૧૦૮ લોટા મહોત્સવ નું ભવ્ય આયોજન કરાયું છે તેમાં ૧૫૦૦ થી વધારે ગોરણીઓ ને પ્રસાદ અને ભેટ અપાશે.વેરાવળ જલ્યાણ ગ્રુપ ના ચેરમેન તેમજ લોહાણા મહાજન પ્રમખ દીપક કકકડે જણાવેલ હતં કે મંગળવારે લોહાણા મહાજન વાડી સટા બજાર માં યોજાનાર આ કાર્યક્રમ તા. ૩૦ ના રોજ આખો દિવસ ધાર્મિક કાર્યક્રમો અતંર્ગત સવારે ૯ કલાકે પુજા અર્ચના, ૧૧ થી ૨ બાળાઓને પ્રસાદી, સોજે ૫ કલાકે થી માતાજીની આરાધના તથા ગરબા સાંજે ૭ કલાકે મહાઆરતી દીપમાળા સહીત ના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયેલ છે સવારે ૯ વાગ્યથી રાત્રે ૧૧ વાગ્યા સુધી દર્શન નો લાભ ભકતોજનો મળશે ગીર સોમનાથ જીલ્લા ના તાલાલા, સત્રાપાડા, કોડીનાર, ઉના, ગીરગઢડા તાલુકાના શહેર તથા ગ્રામ્ય વિસ્તારના દર્શનાર્થીઓને લાભ લેવા એક યાદીમાં જણાવેલ છે.

Related Posts