વેરાવળ લોહાણા મહાજન વાડી માં એમ્બ્યુલન્સ સંચાલકો સાથે મીટીગ યોજાઈ આઈ.સી.યુ , ઓકસીજન સહીત ૨૦ થી વધુ એમ્બ્યુલન્સ માં સેવા આપનારા ની ઉપસ્થિતી
આઈ.સી.યુ , ઓકસીજન સહીત ૨૦ થી વધુ એમ્બ્યુલન્સ માં સેવા આપનારા ની ઉપસ્થિતી
આઈ.સી.યુ , ઓકસીજન સહીત ૨૦ થી વધુ એમ્બ્યુલન્સ માં સેવા આપનારા ની ઉપસ્થિતી
વેરાવળ લોહાણા મહાજન દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવેલ હતો જેમાં સરકારી તેમજ ખાનગી હોસ્પીટલોમાં ૨૦ થી વધારે એમ્બ્યુલન્સ માં સેવા આપનારા સંચાલકો ની સાથે મીટીગ યોજાયેલ હતી તેમાં આરોગ્ય ની સારી સેવા જ્ઞાતિજનોને તેમજ શહેર ના છેવાડા નામાનવી સુધી મળી તે માટે અનેક પ્રશ્નોની ચર્ચા થયેલ હતી .
વેરાવળ લોહાણા મહાજન પ્રમુખ દીપકભાઈ કકકડ ના અધ્યક્ષ સ્થાને એમ્બ્યુલન્સ સંચાલકોની મીટીગ યોજાય હતી તેમાં ઉપપ્રમુખ રમેશ ભુપ્તા જ્ઞાતિઆગેવાન ચિરાગ કકકડ , બીપીનભાઈ અભાણી ઉપસ્થિત રહેલ હતા આ મીટીગ માં ૨૦ થી વધારે સંચાલકો એ હાજરી આપેલ હતી જેમાં સરકારી હોસ્પીટલમાં ઈમરજન્સી કેસ લેવાતા ન હોય ડીલેવરી ના કેસોમાં પણ મુશ્કેલી થતી હોય બહાર થી દવા લખી આપતા હોય જેથી ગરીબ અને મધ્યમવર્ગ ને મુશ્કેલી પડે છે સરકારી હોસ્પીટલ તેમજ નગરપાલિકા મા એમ્બ્યુલન્સ આપવામાં આવેલ છે તેની સેવા જેને જરૂરીયાત હોય તેને વિના મુલ્યે મળી રહે અને તેના ભાવો નકકી થાય તે માટે ચર્ચા થયેલ હતી .
ઉપસ્થિત સંચાલકોએ જણાવેલ હતું કે અમો નાના માં નાના માણસની સેવા થઈ શકે તે માટે કાર્ય કરીએ છીએ કયોરક કોઈ પાસે પૈસા નહોય તો વિના મૂલ્યે સેવા આપી એ છીએ અનેક ઈમરજન્સી સેવાઓ એમ્બ્યુલન્સ માં આપીએ છીએ જે પણ મુશ્કેલીઓ છે તે ઉચ્ચ અધિકારીઓ નિવારે તેવી અપેક્ષા દર્શાવેલ હતી સાથે જણાવેલ હતું કે આઈસીયુ , ઓકસીજન સહીત ની સુવિધાઓ સૌથી ઓછા ખર્ચે દર્દીઓને સેવા આપી છીએ .
Recent Comments