ભાવનગર

વેળાવદર કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન મુલાકાતીઓ માટે વર્ષાઋતુ દરમ્યાન બંધ રહેશે

મદદનીશ વન સંરક્ષકશ્રી, કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન વેળાવદર, ભાવનગરની યાદી જણાવે છે કે, વર્ષાઋતુ દરમ્યાન મોટાભાગના વન્યપ્રાણીઓનો સંવનનકાળ હોવાથી તેના વસવાટ (હેબીટેટ) મા કોઇ ખલેલ ન પહોંચે તે હેતુથી અન્ય રાષ્ટ્રીય ઉદ્યાનોની જેમ કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર પણ મૂલાકાતીઓ માટે તા.૧૬/૦૬/૨૦૨૪ થી તા.૧૫/૧૦/૨૦૨૪ સુધી બંધ રાખવામાં આવશે, જેની તમામ વન્યપ્રાણી પ્રેમીઓ તથા મૂલાકાતીઓએ નોંધ લેવા વિનંતી છે.

Related Posts