વેસુ વિસ્તારમાં રૂંગતા શોપિંગ સેન્ટરમાં આગઃ કોઇ જાનહાનિ નહિ
સુરતના વેસુ વિસ્તારમાં આવેલા વીઆઇપી રોડ પર રૂંગતા શોપિંગ સેન્ટરમાં ગત મોડી રાત્રે આગ લાગી હતી, જેને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકો દ્વારા ફાયરબ્રિગેડને આગની ઘટનાની જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઈટરનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ અકબંધ છે. સદનસીબે આગની ઘટનામાં કોઇને ઇજા કે જાનહાનિ થઇ નથી.
સુરતના વેસુ વિસ્તારમાં આવેલા રૂંગતા શોપિંગ સેન્ટરમાં અચાનક આગ લાગતાં અફરાતફરીનો માહોલ ઊભો થયો હતો. જાેકે સ્થાનિકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી દેતાં ફાયરના જવાનો કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગ પર પાણીનો મારો ચલાવી એને કાબૂમાં લેવામાં સફળ રહ્યા હતા.
Recent Comments