વેસ્ટઝોન જુનિયર નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ભાવનગર ખાતેનાં કુલ ૧૪ ખેલાડીઓની પસંદગી
તા.૯ થી ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ રાયપુર (છત્તીસગઢ) ખાતે આયોજિત વેસ્ટઝોન જુનિયર નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સિદસર રોડ, ભાવનગર ખાતેનાં ૧૦ છોકરાઓ અને ૪ છોકરીઓ સહિત કુલ ૧૪ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. જે ભાવનગરને સ્પોર્ટ્સ ક્ષેત્રેની નેમને વધુ આગળ ધપાવશે. આ ૧૪ વિદ્યાર્થીઓમાં જાંબુચા રીના – ૩૦૦ મીટર અંડર ૧૬, જાંબુચા કાજલ – ૮૦૦ મીટર અંડર ૧૬, પરમાર આયુસી – ૨ કિ.મી. રન અંડર ૧૬, વાળા નિરાલી – ૧૦૦ મીટર હર્ડલ્સ અંડર ૧૮, પરમાર મોન્ટુ – ૮૦ મીટર હર્ડલ્સ અંડર ૧૬, ગોહિલ રૂશીરાજ – ૨૦૦ મીટર અંડર ૧૮, હથિલા ગોવિંદ – ૮૦૦ મીટર અંડર ૧૬, શાહ પ્રિન્સ ટ્રાયથલોન અન્ડર ૧૪, રાવલ મંથન શૉટ પુટ અંડર ૧૪, બોલિયા અર્જુન શૉટ પુટ અંડર ૧૬, સોલંકી વિવેક 3 કિ.મી. રેસવોકિંગ અંડર ૧૬, દિહોરા ધાર્મિક – અંડર ૧૬ ઉંચી કૂદ, જર્ત્વ કુલદિપ ૨ કિ.મી. સ્ટીપલ ચેઝ અંડર ૧૮, બોરચાનિયા બિપિન ૨ કિ.મી. અન્ડર ૧૬ માં પસંદગી પામ્યાં છે તેમ કોચ સુનિલ ચૌધરી દ્વારા જણાવાયું છે
Recent Comments